Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > Googleએ ગયા વર્ષે ન્યૂઝથી 4.7 અરબ ડૉલરની કરી કમાણી

Googleએ ગયા વર્ષે ન્યૂઝથી 4.7 અરબ ડૉલરની કરી કમાણી

10 June, 2019 06:19 PM IST |

Googleએ ગયા વર્ષે ન્યૂઝથી 4.7 અરબ ડૉલરની કરી કમાણી

સુંદર પિચાઈ

સુંદર પિચાઈ


દિગ્ગજ ટેક્નિકલ કંપની ગૂગલે 2018માં ફક્ત ન્યૂઝથી જ 4.7 અરબ ડૉલર ( લગભગ 33 હજાર કરોડ રૂપિયા)ની કમાણ કરી. છેલ્લા વર્ષે ડિજિટલ માર્કેટિંગ દ્વારા અમેરિકાની પૂરી ન્યૂઝ ઈન્ડસ્ટ્રીએ 5.1 અરબ ડૉલરની કમાણી કરી હતી. ફક્ત ગૂગલે જ એની બરાબર કમાણી કરી છે.

અમેરિકાએ બે હજાર ન્યૂઝપેપરનું પ્રતિનિધિત્વ કરનારી ન્યૂઝ મીડિયા એલાયન્સ (NMA)ના રિપોર્ટ અનુસાર, ગૂગલે સર્ચ અને ગૂગલ ન્યૂઝ દ્વારા આ કમાણી કરી છે. તેમાં તે આવક નથી ઉમેરાઈ જે કોઈ યૂઝર દ્વારા ન્યૂઝ પર ક્લિક કરવાથી અથવા એને લાઈક કરવાથી ગૂગલને થાય છે.



આ પણ વાંચો : વીડિયોકોન કેસ: ઈડીના સામે પૂછપરછ માટે ન પહોંચ્યા ચંદા કોચર


NMAએ પોતાનો આ રિપોર્ટ ટેક કંપનીઓ અને મીડિયાના સંબંધને લઈને અમેરિકી સંસદના નીચલા સભાની સમિતિમાં થનારી સુનાવણી પહેલા જાહેર કરી છે. એલાયન્સના અધ્યક્ષ અને સીઈઓ ડેવિડ ચાવરને કહ્યું કે આ રિપોર્ટને લઈને જો કોઈ ચર્ચા કરવામાં આવે છે તો એનાથી જર્નલિઝ્મ કોમ્પિટિશન એન્ડ પ્રિઝર્વેશન એક્ટ લાગૂ કરવામાં મદદ મળશે. આ કાયદામાં સમાચારથી બનતી કમાણી માટે પ્રકાશક અને ઑનલાઇન પ્લેટફોર્મ વચ્ચે વહેંચણીની જોગવાઈ છે.

મીડિયા હાઉસને થયું નુકસાન


ન્યૂઝ, ગૂગલની આવકનો મુખ્ય સ્ત્રોત છે. ગૂગલ પર 40% ક્લિક કોઈપણ ન્યૂઝથી સંબંધિત હોયછે. પરંતુ, ગૂગલ એ ન્યૂઝ લખનારા વ્યક્તિ અથવા એ સંસ્થાને એની કોઈ રકમ નથી ચૂકવતી. તે યૂઝર અને પ્રકાશકની વચ્ચે મધ્યસ્થનું કામ કરે છે. એવામાં ઑનલાઈન જાહેરાત થનારી કમાણીનો વધારો હિસ્સો એની પાસે જ જતો રહે છે. આ જ કારણથી છેલ્લા બે દાયકામાં ન્યૂઝ પ્રકાશકોની આવકનો મુખ્ય સ્ત્રોત લગભગ પૂરો થઈ ગયો છે. એમાંથી કેટલીક પબંધ થવાના કગાર પર આવી ગઈ છે.

Whatsapp-channel Whatsapp-channel

10 June, 2019 06:19 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK