સોનામાં આઠ વર્ષનો સૌથી મોટો ત્રિમાસિક ઉછાળો : સપ્ટેમ્બરમાં છ ટકા વધ્યું : ચીનના પ્રાઇવેટ સેક્ટરના ગ્રોથડેટા નબળા આવતાં સોના-ચાંદી પ્રત્યાઘાતી ઘટ્યાં
કૉમોડિટી કરન્ટ
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
સોનું સતત નવી ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચવાની સાથે જુલાઈ-સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૧૪ ટકા વધ્યું હતું જે છેલ્લાં આઠ વર્ષનો સૌથી મોટો ત્રિમાસિક ઉછાળો હતો. જોકે ચીનના પ્રાઇવેટ સેક્ટરના ગ્રોથડેટા નબળા આવતાં સોના-ચાંદીમાં સપ્તાહના આરંભે પ્રત્યાઘાતી ઘટાડો જોવા મળ્યો હતો.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૪૪૩ અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૨૦૪૮ રૂપિયા ઘટ્યો હતો. મુંબઈમા માત્ર બે જ દિવસમાં ચાંદી ૩૧૨૨ રૂપિયા તૂટી હતી એ અગાઉના ત્રણ દિવસમાં ચાંદી ૪૭૬૬ રૂપિયા વધી હતી.
ADVERTISEMENT
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનો પર્સનલ કન્ઝમ્પ્શન એક્સપેન્ડિચર હેડલાઇન પ્રાઇસ ઇન્ડેક્સ ઘટીને સાડાત્રણ વર્ષની નીચી સપાટીએ ૨.૨ ટકાએ પહોંચ્યો હતો જે જુલાઈમાં ૨.૫ ટકા હતો અને માર્કેટની ધારણા ૨.૩ ટકાની હતી, જ્યારે કોર પ્રાઇસ ઇન્ડેક્સ વધીને ૨.૭ ટકાએ પહોંચ્યો હતો જે જુલાઈમાં ૨.૬ ટકા હતો અને માર્કેટની ધારણા ૨.૬ ટકાની હતી. અમેરિકન પબ્લિકનું પર્સનલ સ્પેન્ડિંગ ઑગસ્ટમાં ૦.૨ ટકા વધ્યું હતું જે જુલાઈમાં ૦.૫ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા ૦.૩ ટકા વધવાની હતી, જ્યારે અમેરિકન પબ્લિકની પર્સનલ ઇન્કમ ઑગસ્ટમાં ૦.૨ ટકા જ વધી હતી જે જુલાઈમાં ૦.૩ ટકા વધી હતી અને માર્કેટની ધારણા ૦.૪ ટકા વધારાની હતી.
અમેરિકાના પર્સનલ કન્ઝમ્પ્શન પ્રાઇસ ઇન્ડેક્સ ફરી એક વખત ઘટતાં રેટ-કટના ચાન્સ વધતાં ડૉલર ઇન્ડેક્સ ઘટીને નવી ૧૪ મહિનાની નીચી સપાટીએ ૧૦૦.૩૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે સતત ત્રીજા સેશનમાં ઘટ્યો હતો.
ચીનનો ઑફિશ્યલ મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ સપ્ટેમ્બરમાં વધીને ૪૯.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં છ મહિનાની નીચી સપાટીએ ૪૯.૧ પૉઇન્ટ હતો, માર્કેટની ધારણા ૪૯.૫ પૉઇન્ટની છે, જ્યારે પ્રાઇવેટ એજન્સી કેઝીનના રિપોર્ટ અનુસાર મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઘટીને ૪૯.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં ૫૦.૪ પૉઇન્ટ અને માર્કેટની ધારણા ૫૦.૫ પૉઇન્ટની હતી. ચીનનો ઑફિશ્યલ સર્વિસ સેક્ટરનો ગ્રોથ સપ્ટેમ્બરમાં ઘટીને ૫૦ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં ૫૦.૩ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૦.૪ પૉઇન્ટની હતી, જ્યારે પ્રાઇવેટ એજન્સી કેઝીનના રિપોર્ટ અનુસાર સર્વિસ સેક્ટરનો ગ્રોથ ઘટીને ૫૦.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં ૫૧.૬ પૉઇન્ટ હતો. ચીનનો ઑફિશ્યલ પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ વધીને ત્રણ મહિનાની ઊંચાઈએ ૫૦.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં ૫૦.૧ પૉઇન્ટ હતો, જ્યારે પ્રાઇવેટ એજન્સી કેઝીનના રિપોર્ટ અનુસાર પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ અગિયાર મહિનાની નીચી સપાટીએ ૫૦.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં ૫૧.૨ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૦.૫ પૉઇન્ટની હતી. આમ ચીનના પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ ઑફિશ્યલ રિપોર્ટ પ્રમાણે સ્ટ્રૉન્ગ અને પ્રાઇવેટ એજન્સીના રિપોર્ટ પ્રમાણે નબળો બતાવ્યો છે. પ્રાઇવેટ સેક્ટરના ડેટા બાદ સ્ટૉક માર્કેટમાં ચાર ટકાની તેજી જોવા મળી હતી, પણ યુઆનનું મૂલ્ય ઘટ્યું હતું.
જપાનના રીટેલ સેલ્સનો ગ્રોથ ઑગસ્ટમાં ૨.૮ ટકા વધ્યો હતો જે સતત ૨૯મા મહિને વધ્યો હતો તેમ જ માર્કેટની ૨.૩ ટકાની ધારણા કરતાં વધુ વધ્યો હતો, જુલાઈમાં રીટેલ સેલ્સનો ગ્રોથ ૨.૭ ટકા વધ્યો હતો.
ચાલુ સપ્તાહે અમેરિકાના સપ્ટેમ્બર મહિનાના રેગ્યુલર અને પ્રાઇવેટ સેક્ટરનો જૉબડેટા, જૉબ ઓપનિંગ ડેટા, મૅન્યુફૅક્ચરિંગ-સર્વિસ સેક્ટરના ગ્રોથ તેમ જ પ્રાઇવેટ સેક્ટરના ગ્રોથના ડેટા જાહેર થશે. આ ઉપરાંત ફેડના વિવિધ ઑફિશિયલ્સ અને ચૅરમૅન જેરોમ પૉવેલની સ્પીચ પણ ચાલુ સપ્તાહે યોજાઈ છે, જેમાં રેટ-કટ વિશે પ્રોજેક્શન આવવાની ધારણા છે.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
અમેરિકાના રેટ-કટના ચાન્સિસ, ચીનમાં નૅશનલ ડેના હૉલિડેમાં ફિઝિકલ ડિમાન્ડ વધવાના ચાન્સિસ અને સતત વધતા જિયોપૉલિટિકલ ટેન્શનથી સોનું નવી ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચી ગયા પછી સતત પ્રૉફિટ બુકિંગ વધી રહ્યું છે. સોનામાં જુલાઈ-સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં આવેલો ઉછાળો છેલ્લાં આઠ વર્ષનૌ સૌથી મોટો છે. ઓવરઑલ સોનામાં હેલ્ધી તેજી આગળ વધી રહી હોવાથી દરેક ઉછાળે પ્રૉફિટ બુકિંગ આવશે અને એની અસરે ઘટાડો પણ આવશે. આથી સોનામાં દરેક ઘટાડે લઈને ઉછાળે નીકળી જવાથી હાલ સારું રિટર્ન મળી શકે છે.