અમેરિકન ડૉલર સતત છઠ્ઠા દિવસે ઘટતાં સોના-ચાંદીમાં ખરીદીનું આકર્ષણ વધ્યું
પ્રતીકાત્મક તસવીર
રશિયાએ યુક્રેનનાં ફ્યુઅલ સ્ટેશનો પર ડ્રોન અને બૅલેસ્ટિક મિસાઇલથી અટૅક કરતાં તેમ જ ઇઝરાયલની મિલિટરીએ પૅલેસ્ટીનના વેસ્ટબૅન્ક એરિયામાં નવેસરથી અટૅક કરતાં બન્ને યુદ્ધો ફરી શરૂ થતાં સેફ હેવન ડિમાન્ડ વધતાં સોનું-ચાંદી ઊછળ્યાં હતાં. વર્લ્ડ માર્કેટમાં સોનું ૨૮૭૮.૪૦ ડૉલરથી વધીને ૨૯૧૬.૩૦ ડૉલર સુધી અને ચાંદી ૩૧.૮૧ ડૉલરથી વધીને ૩૨.૭૧ ડૉલર સુધી વધ્યાં હતાં.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૯૨ રૂપિયા વધ્યો હતો, પણ ચાંદીનો ભાવ પ્રતિ કિલો આઠ રૂપિયા ઘટ્યો હતો.
ADVERTISEMENT
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ડોનલ્ડ ટ્રમ્પે ઇકૉનૉમિક કન્ડિશન ટ્રાન્ઝિશન પિરિયડમાંથી પસાર થઈ રહી હોવાની કમેન્ટને પગલે ડૉલર ઇન્ડેક્સ સતત નબળો પડી રહ્યો છે, મંગળવારે ડૉલર ઇન્ડેક્સ સતત છઠ્ઠે દિવસે ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ ૧૦૩.૩૩ પૉઇન્ટે પહોંચ્યો હતો. જોકે ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલે ઇકૉનૉમિક કન્ડિશન અનિશ્ચિત હોવા છતાં રેટ-કટ નજીકના ભવિષ્યમાં નહીં આવે એવી કમેન્ટ કરતાં ડૉલરમાં વધુ ઘટાડો અટક્યો હતો. જૅપનીઝ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો થવાની શક્યતાને પગલે યેનનું મુલ્ય સતત વધી રહ્યું હોવાથી ડૉલર પર પ્રેશર વધી રહ્યું છે. જપાનનો ગ્રોથરેટ ૨૦૨૪ના ફોર્થ ક્વૉર્ટરમાં ઘટીને ૨.૨ ટકા રહેતાં સેન્ટ્રલ બૅન્ક પર ઇન્ટરેસ્ટ રેટ વધારવાનું દબાણ વધી રહ્યું છે.
અમેરિકાનું આગામી એક વર્ષનું કન્ઝ્યુમર ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન ફેબ્રુઆરીમાં વધીને નવ મહિનાની ઊંચાઈએ ૩.૧ ટકાએ પહોંચ્યું હતું જે છેલ્લા ચાર મહિનામાં પ્રથમ વખત વધ્યું હતું. જાન્યુઆરીમાં ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન ત્રણ ટકા હતું. આગામી એક વર્ષમાં એનર્જી, ફૂડ, મેડિકલ કૅર અને રેન્ટ મોંઘાં થવાની ધારણા છે.
અમેરિકાના સ્મૉલ બિઝનેસ ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં ૨.૧ પૉઇન્ટ ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ ૧૦૦.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જેના વિશે માર્કેટની ધારણા ૧૦૧ પૉઇન્ટની હતી. સ્મૉલ બિઝનેસ સેક્ટરનો અનસર્ટનિટી ઇન્ડેક્સ પણ ચાર પૉઇન્ટ ઘટીને ૧૦૪ પૉઇન્ટે પહોંચ્યો હતો.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ટ્રમ્પે ઇકૉનૉમિક કન્ડિશન ટ્રાન્ઝિશન પિરિયડમાંથી પસાર થઈ રહી હોવાની કમેન્ટને પગલે ડૉલર ઇન્ડેક્સ છેલ્લા છ દિવસથી સતત ઘટી રહ્યો છે ત્યારે અમેરિકાના ફેબ્રુઆરી મહિનાના ઇન્ફ્લેશનના ડેટા આજે ભારતીય સમય પ્રમાણે સાંજે છ વાગ્યે જાહેર થવાના છે જે ફેડના રેટ ડિસિઝન માટે બહુ જ અગત્યના રહેવાના છે. હેડલાઇન ઇન્ફ્લેશન જાન્યુઆરીમાં સતત પાંચમે મહિને વધીને સાત મહિનાની ઊંચાઈએ ત્રણ ટકાએ પહોંચ્યું હતું જે ફેબ્રુઆરીમાં નજીવું ઘટીને ૨.૯ ટકા રહેવાની માર્કેટની ધારણા છે, જ્યારે કોર ઇન્ફ્લેશન પણ જાન્યુઆરીમાં વધીને ૩.૩ ટકાએ પહોંચ્યા બાદ ફેબ્રુઆરીમાં ઘટીને ૩.૨ ટકા રહેવાની માર્કેટની ધારણા છે. જો ઇન્ફ્લેશન માર્કેટની ધારણા પ્રમાણે ઘટશે તો સોના-ચાંદીમાં પ્રૉફિટ-બુકિંગ આવવાની શક્યતા છે, પણ જો ઇન્ફ્લેશન ધારણા પ્રમાણે નહીં ઘટે તો ઇન્ફ્લેશન વધવાની ધારણાએ સોના-ચાંદીમાં નવી તેજી જોવા મળશે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ-સમાપ્તિની પ્રોસેસ અંતર્ગત બન્ને તરફથી બંધકોને ધીમે-ધીમે છોડવામાં આવી રહ્યા છે, પણ ઇઝરાયલની મિલિટરી આ સમજૂતીની પ્રોસેસ વચ્ચે સતત પૅલેસ્ટીન પર અટૅક કરી રહી છે. ઇઝરાયલની મિલિટરીએ સોમવારે પૅલેસ્ટીનના વેસ્ટબૅન્ક એરિયામાં અટૅક કરતાં ત્રણ પૅલેસ્ટીનના નાગરિકોનાં મોત થયાં હતાં. આમ ઇઝરાયલ અને હમાસ વચ્ચે હજી ભારેલો અગ્નિ શાંત થયો નથી. આવી જ રીતે રશિયા દ્વારા ફરી યુક્રેન પર મલ્ટિપલ અટૅક શરૂ થયા છે. રશિયાએ ૧૨૬ ડ્રોન અને બૅલેસ્ટિક મિસાઇલથી યુક્રેનના અનેક ફ્યુઅલ ડેપો પર અટૅક કર્યો હતો આથી ગમે ત્યારે ફરી સોના-ચાંદીને જિયોપૉલિટિકલ ટેન્શનનો સપોર્ટ મળી શકે છે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૮૬,૦૨૪
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૮૫,૬૮૦
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૬,૬૨૬
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

