મકાઈને પગલે ઘઉંની બજારમાં પણ તેજીનો માહોલ છવાયો છે.
પ્રતિકાત્મક તસવીર
વૈશ્વિક બજારમાં મકાઈના ભાવમાં ઝડપી તેજી આવી છે અને એક મહિનામાં ભાવ ૧૫ ટકા જેવા વધી ગયા છે. અમેરિકામાં મકાઈના પાકના રેટિંગ નબળા આવ્યા હોવાથી બજારો ઊંચકાયાં છે. આગામી દિવસોમાં મકાઈના ભાવ હજી વધી શકે છે. મકાઈને પગલે ઘઉંની બજારમાં પણ તેજીનો માહોલ છવાયો છે.
અમેરિકન ડિપાર્ટમેન્ટ ઑફ ઍગ્રિકલ્ચરે એના મકાઈ અને સોયા પાકના રેટિંગમાં અપેક્ષા કરતાં વધુ ઘટાડો કર્યો હતો, જેમાં ટોચના ઉત્પાદન કરતાં રાજ્યો આયોવા અને ઇલિનૉઇસમાં તીવ્ર ઘટાડાનો સમાવેશ થાય છે, કારણ કે મધ્યપશ્ચિમ ખેતરના પટ્ટાના મધ્યમાં દુષ્કાળને કારણે પાકને વધુ અસર પહોંચી છે.
કૉમોડિટી રિસર્ચ ફર્મ હાઇટાવરની નોંધ અનુસાર પસંદગીનાં રાજ્યોએ છ ટકાની સારીથી ઉત્તમ મકાઈની સ્થિતિમાં ઘટાડો દર્શાવ્યો હતો, જેમાં બે સૌથી વધુ મકાઈ ઉત્પાદક રાજ્યો આયોવા અને ઇલિનૉઇસ સૌથી ખરાબ સ્થિતિમાં છે.


