ગિફ્ટ નિફ્ટીની આ સિદ્ધિ ગિફ્ટ નિફ્ટીમાં વૈશ્વિક રોકાણકારોનો રસ અને વિશ્વાસ વધી રહ્યા છે એનું પ્રતિબિંબ છે.
પ્રતીકાત્મક તસવીર
એનએસઈ ઇન્ટરનૅશનલ એક્સચેન્જમાં નિફટી (જે ગિફ્ટ તરીકે જાણીતું છે)એ ગિફ્ટ નિફ્ટીમાં પૂરા થયેલા મે મહિનામાં ૨૧ લાખ કૉન્ટ્રૅક્ટ્સ સાથે ૧૦૨.૩૫ અબજ અમેરિકન ડૉલર (૮,૭૫,૦૯૮કરોડ રૂપિયાની સમકક્ષ)નું ટર્નઓવર થયું હતું જે અત્યાર સુધીમાં થયેલા માસિક ટર્નઓવરમાં સૌથી અધિક છે. ગિફ્ટ (ગુજરાત ઇન્ટરનૅશનલ ફાઇનૅન્સ ટેક્નૉલૉજી) સિટી ખાતે આ એક્સચેન્જ આવેલું હોવાથી એને ગિફ્ટ નિફટી કહે છે.
ગિફ્ટ નિફ્ટીમાં ગયા એપ્રિલ મહિનામાં ૧૦૦.૯૩ અબજ અમેરિકન ડૉલરનું ટર્નઓવર થયું હતું એમ એનએસઈ આઇએક્સ (એનએસઈ ઇન્ટરનૅશનલ એક્સચેન્જ)એ અખબાર જોગી યાદીમાં જણાવ્યું હતું.
ADVERTISEMENT
ગિફ્ટ નિફ્ટીની આ સિદ્ધિ ગિફ્ટ નિફ્ટીમાં વૈશ્વિક રોકાણકારોનો રસ અને વિશ્વાસ વધી રહ્યા છે એનું પ્રતિબિંબ છે.
ગિફ્ટ નિફ્ટીનો આરંભ ૨૦૨૩ની ૩ જુલાઈથી કરવામાં આવ્યો હતો અને ત્યારથી જ ગિફ્ટ નિફ્ટીમાં ટર્નઓવર વધતું રહ્યું છે અને અત્યાર સુધીમાં એમાં ૪૩૨.૮ લાખ કૉન્ટ્રૅક્ટ સહિત ૧.૯૩ લાખ કરોડ અમેરિકન ડૉલરનું ટર્નઓવર થયું છે.

