ગૌતમ અદાણીએ આજે સવારે એક એક્સ (પૂર્વે ટ્વિટર) પોસ્ટ દ્વારા પોતાના વ્યક્તિત્વનું બીજું પાસું બતાવ્યું છે અને આ બાળકીને વ્હાલથી ઊંચકી લેતા તસવીર સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર શૅર કરી છે.
ગૌતમ અદાણી
ગૌતમ અદાણીએ આજે સવારે એક એક્સ (પૂર્વે ટ્વિટર) પોસ્ટ દ્વારા પોતાના વ્યક્તિત્વનું બીજું પાસું બતાવ્યું છે અને આ બાળકીને વ્હાલથી ઊંચકી લેતા તસવીર સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર શૅર કરી છે.
વિશ્વના ધનાઢ્યોના લિસ્ટમાં સામેલ ભારતના અરબપતિ બિઝનેસ ટાયકુન અને અદાણી ગ્રુપના ફાઉન્ડર અને ચેરમેન ગૌતમ અદાણીની એક કેન્ડિડ મોમેન્ટ સામે આવી છે. ગૌતમ અદાણીએ આજે એક્સ (પૂર્વે ટ્વિટર) પર એક પોસ્ટ દ્વારા પોતાની એક વેપારીની ઈમેજથી વિપરિત એવી એક તસવીર રજૂ કરી છે જેમાં તે નાનકડી બાળકીને લાડ લડાવતા જોવા મળી રહ્યા છે.
ADVERTISEMENT
ગૌતમ અદાણીએ કરી એક્સ પર પોસ્ટ
ગૌતમ અદાણીએ આજે સવારે એક એક્સ પોસ્ટ દ્વારા પોતાના વ્યક્તિત્વનું બીજું પાસું બતાવ્યું અને પોતાની પૌત્રીને ઊંચકી લેતા જે વ્હાલ વરસાવતી તસવીર સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર શૅર કરી. ગૌતમ અદાણીએ પોતાની પૌત્રી વિશે કહ્યું કે, "કોઈ ભી દૌલત ઈન આંખો કી ચમક કી બરાબરી નહીં કર સકતી હૈ." અરબપતિ વેપારીએ એક્સ પર પોતાની14 મહિનાની પૌત્રી કાવેરીની તસવીર સાથે એક પોસ્ટમાં આ વાત કહી છે.
કોણ છે તસવીરમાં ગૌતમ અદાણી સાથે દેખાતી આ નન્હી પરી
ગૌતમ અદાણીની સૌથી નાની પૌત્રી કાવેરી તેમના દીકરા કરણ અદાણી અને પુત્રવધૂ પરિધિની ત્રીજી દીકરી છે. અદાણી ગ્રુપના ચૅરમેને કહ્યું, "આ આંખોની ચમકની તુલનામાં વિશ્વની બધી જ સંપત્તિ ફીકી છે."
इन आँखों की चमक के आगे दुनिया की सारी दौलत फीकी है। ? pic.twitter.com/yd4nyAjDkR
— Gautam Adani (@gautam_adani) April 2, 2024
ક્યાંની છે આ તસવીર?
આ તસવીર 21 માર્ચના લંડનના સાયન્સ મ્યૂઝિયમમાં ન્યૂ અદાણી ગ્રીન એનર્જી ગેલરીમાં લેવામાં આવી હતી. તાજેતરમાં જ એક કાર્યક્રમમાં ગૌતમ અદાણીએ કહ્યું હતું કે પોતાની પૌત્રીઓ સાથે સમય પસાર કરવો તેમને માટે રાહતભરી ક્ષણ હોય છે. ગૌતમ અદાણીએ કહ્યું હતું, "મને મારી પૌત્રીઓની સાથે સમય પસાર કરવો ખૂબ જ ગમે છે. આમ કરવાથી મારો બધો જ તાણ દૂર થઈ જાય છે. મારી ફક્ત બે દુનિયા છે, કામ અને પરિવાર. મારે માટે પરિવાર શક્તિનો મોટો સ્ત્રોત છે."
કેટલી છે ગૌતમ અદાણીની નેટવર્થ
ગૌતમ અદાણીની નેટવર્થ હાલ 102 અરબ ડૉલર છે અને બ્લૂમબર્ગ બિલેનિયર્સ ઈન્ડેક્સના ધનાઢ્યોના લિસ્ટમાં તે 13મા સ્થાને બિરાજમાન છે. તેમનાથી આગળ 11મા સ્થાને ભારતના સૌથી ધનવાન શખ્સ મુકેશ અંબાણી છે અને તેમની પાસે આ સમયે 113 અરબ ડૉલરની નેટવર્થ છે.
ઉલ્લેખનીય છે કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેલા અદાણી ગ્રુપના ચૅરમૅન ગૌતમ અદાણીએ જાહેરાત કરતાં કહ્યું હતું કે ‘અગામી પાંચ વર્ષમાં અદાણી ગ્રુપ ગુજરાતમાં બે લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે, જેનાથી એક લાખથી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીઓનું સર્જન થશે. વિકસિત ગુજરાત માટે યોગદાન આપવા મારી પ્રતિબદ્ધતા વ્યક્ત કરું છું.’
ગૌતમ અદાણીએ સંબોધન કરતાં કહ્યું હતું કે ‘વર્ષ ૨૦૧૪થી અત્યાર સુધીમાં ભારતની જીડીપીમાં ૧૮.૫ ટકા અને માથાદીઠ આવકમાં ૧૬૫ ટકાનો વધારો થયો છે જે ખાસ કરીને ભૌગોલિક, રાજકીય અસ્થિરતા અને મહામારીના પડકારોથી ઘેરાયેલા યુગમાં નોંધપાત્ર છે.’

