લગભગ ૮૦ કરોડ લાભાર્થીઓને દર મહિને વ્યક્તિદીઠ પાંચ કિલો અનાજ મફત આપવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના માર્ચ ૨૦૨૦માં શરૂ કરવામાં આવી હતી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
સરકાર ૩૦ સપ્ટેમ્બર પછી ગરીબોને મફત રૅશન પૂરું પાડવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને લંબાવવા વિશે નિર્ણય લેશે એમ ફૂડ સેક્રેટરી સુધાંશુ પાંડેએ સોમવારે આ નિર્ણયની અપેક્ષા ક્યારે છે એની વિગતો આપ્યા વિના જણાવ્યું હતું.
લૉકડાઉનના સમયગાળા દરમ્યાન તેમની મુશ્કેલીઓ ઘટાડવા માટે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ આવરી લેવામાં આવેલા લગભગ ૮૦ કરોડ લાભાર્થીઓને દર મહિને વ્યક્તિદીઠ પાંચ કિલો અનાજ મફત આપવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના માર્ચ ૨૦૨૦માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના ઘણી વખત લંબાવવામાં આવી છે અને હવે એ ૩૦ સપ્ટેમ્બર સુધી માન્ય છે.