ઈલૉન મસ્કે અમેરિકન સરકારમાં DOGEના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું એ પછી અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ગઈ કાલે તેમની પ્રશંસા કરી હતી
ઈલૉન મસ્ક, ડોનલ્ડ ટ્રમ્પ
અબજોપતિ ઈલૉન મસ્કે અમેરિકન સરકારમાં ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશ્યન્સી (DOGE)ના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું એ પછી અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ગઈ કાલે તેમની પ્રશંસા કરી હતી અને મસ્કને શાનદાર ગણાવતાં કહ્યું હતું કે ભલે ઈલૉન મસ્કનો સરકારના કામકાજમાં છેલ્લો દિવસ છે, પણ તે હંમેશાં અમારી સાથે રહેશે અને દરેક રીતે મદદ કરશે. આ મુદ્દે ડોનલ્ડ ટ્રમ્પે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશ્યલ પર લખ્યું હતું કે ‘હું શુક્રવારે બપોરે દોઢ વાગ્યે (ભારતીય સમયાનુસાર શુક્રવારે રાતે ૧૧.૦૦ વાગ્યે) ઓવલ ઑફિસમાં ઈલૉન મસ્ક સાથે પ્રેસ-કૉન્ફરન્સ કરી રહ્યો છું. આ તેમનો છેલ્લો દિવસ હશે, પણ ખરેખર નહીં, કારણ કે તે હંમેશાં અમારી સાથે રહેશે, દરેક રીતે મદદ કરશે. ઈલૉન અદ્ભુત છે, શાનદાર છે, વાઇટ હાઉસમાં મળીશું.’


