ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર સેગમેન્ટ, સ્થાનિક બજારમાં કુલ ૪.૬૭ લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ૫૦ ટકા હિસ્સો ધરાવે છે અને ત્યાર પછી લો-સ્પીડ ઈ-થ્રી-વ્હીલર્સ આવે છે.
પ્રતીકાત્મક તસવીર
ભારતના ઇલેક્ટ્રિક વાહનોનું બજાર ૨૦૨૧થી ૨૦૨૩ની વચ્ચે ૪૯ ટકાના ચક્રવૃદ્ધિ દરે વિસ્તરણ થવાની ધારણા છે, જેમાં સેગમેન્ટનું વૉલ્યુમ ૨૦૩૦ સુધીમાં ૧૭૦ લાખના વાર્ષિક વેચાણને વટાવી જશે એમ મંગળવારે એક નવા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
આ અંદાજિત વૃદ્ધિ ઈંધણની વધતી કિંમતો, નવા ખેલાડીઓની એન્ટ્રી, ઇવી ટેક્નૉલૉજીમાં પ્રગતિ, કેન્દ્ર અને રાજ્ય સરકારો તરફથી સતત સબસિડી સપોર્ટ તેમ જ ઉત્સર્જન ધોરણોના અપેક્ષિત અમલીકરણ જેવાં પરિબળો દ્વારા ચલાવવામાં આવે એવી અપેક્ષા છે એમ ઇન્ડિયા એનર્જી સ્ટોરેજ અલાયન્સના અહેવાલમાં જણાવ્યું હતું.
ADVERTISEMENT
ભારતમાં આ ઉદ્યોગે ૨૦૨૦માં રોગચાળાપ્રેરિત મંદીમાંથી સૌથી ઝડપી પુનઃપ્રાપ્તિનો અનુભવ કર્યો, અહેવાલમાં નોંધ્યું છે કે ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર સેગમેન્ટ, સ્થાનિક બજારમાં કુલ ૪.૬૭ લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ૫૦ ટકા હિસ્સો ધરાવે છે અને ત્યાર પછી લો-સ્પીડ ઈ-થ્રી-વ્હીલર્સ આવે છે. જોકે અન્ય સેગમેન્ટમાં પણ વર્ષ દરમ્યાન નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો એમ તેમણે જણાવ્યું હતું.


