Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > Dharmaj Crop Guard: પ્રાઇસ બેન્ડ કરતાં 23 ટકા વધુ પર લિસ્ટ થઈ શકે છે આ IPO

Dharmaj Crop Guard: પ્રાઇસ બેન્ડ કરતાં 23 ટકા વધુ પર લિસ્ટ થઈ શકે છે આ IPO

05 December, 2022 12:33 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

છેલ્લા દિવસે આ IPO 35.49 ગણો સબસ્ક્રાઇબ થયો હતો

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક


ધર્મજ ક્રોપ ગાર્ડ (Dharmaj Crop Guard)ના IPOને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. છેલ્લા દિવસે આ IPO 35.49 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. હવે રોકાણકારોની નજર શૅરની ફાળવણી પર ટકેલી છે. 251 કરોડના ઈશ્યુના શૅરની ફાળવણી 5 ડિસેમ્બરે થવા જઈ રહી છે. આ IPO પર સટ્ટાબાજી કરનારા રોકાણકારો માટે સારી બાબત એ છે કે તેના શૅર્સ ગ્રે માર્કેટમાં ટ્રેડ થઈ રહ્યા છે. એવી અપેક્ષા છે કે આ IPOનું લિસ્ટિંગ 300 રૂપિયાની આસપાસ થઈ શકે છે.

આવતી કાલે ફાળવણી થઈ શકે છે



નોન-ક્વોલિફાઈડ સંસ્થાકીય ખરીદદારોની શ્રેણી 52.29 વખત સબસ્ક્રાઈબ થઈ હતી. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) કેટેગરી 48.21 ગણી અને છૂટક વ્યક્તિગત રોકાણકારો (RIIs) 21.53 ગણી સબ્સ્ક્રાઇબ થઈ હતી. સોમવારે શૅર ફાળવણીની પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. જો શૅરની ફાળવણી કરવામાં આવશે, તો શૅર રોકાણકારોના ડીમેટ ખાતામાં જમા થશે. આ IPO માટે રજિસ્ટ્રાર લિંક ઈન્ટાઇમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ છે.


ગ્રે માર્કેટ પ્રીમિયમ

આઈપીઓ વોચ મુજબ, ધર્મજ ક્રોપના શૅર ગ્રે માર્કેટમાં ટ્રેડ થઈ રહ્યા છે. ધર્મજ ક્રોપ ગાર્ડના શૅરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ રૂા. 55 છે. આ IPOની પ્રાઇસ બેન્ડ કરતાં 23 ટકા વધુ છે. કંપનીના શૅર 8 ડિસેમ્બરે BSE અને NSE પર લિસ્ટ થઈ શકે છે. ગ્રે માર્કેટ પ્રીમિયમ મુજબ, તેનું લિસ્ટિંગ રૂા. 293 (237+55=293) પર લિસ્ટ થઈ શકે છે.


આ પણ વાંચો: મહારેરાએ ફરિયાદોનું જલદી નિરાકરણ લાવવાની જરૂર

ધર્મજ ક્રોપ ગાર્ડે IPO દ્વારા પ્રમોટર્સની ઑફર ફોર સેલ (OFS) હેઠળ 14.83 લાખ ઇક્વિટી શૅર મૂક્યા હતા. કંપનીએ તેના ઇશ્યૂ માટે શેર દીઠ રૂા. 216-237ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી હતી. રિપોર્ટ અનુસાર, આમાંથી 50% ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (QIB) માટે આરક્ષિત છે. આ સિવાય, 35% રિટેલ બિડર્સ માટે અને 15% બિન-સંસ્થાકીય (NII) બિડર્સ માટે આરક્ષિત હતી.

Whatsapp-channel Whatsapp-channel

05 December, 2022 12:33 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK