કોલસો, ક્રૂડ, રિફાઇનરી પ્રોડક્ટ્સ, ખાતર, સિમેન્ટ, વીજળીનું ઉત્પાદન વધ્યું

પ્રતીકાત્મક તસવીર
દેશમાં ૮ મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રો-કોર સેક્ટરની વૃદ્ધિ મે મહિનામાં ૧૮.૧ ટકા વધી છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં ૧૬.૪ ટકા હતી. કોલસો, ક્રૂડ ઑઇલ, નૅચરલ ગૅસ, રિફાઇનરી પ્રોડક્ટ્સ, ફર્ટિલાઇઝર, સ્ટીલ, સિમેન્ટ અને વીજળીનાં ૮ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરનું ઉત્પાદન એપ્રિલ ૨૦૨૨માં ૯.૩ ટકા વધ્યું હતું એમ સરકારી ડેટા દર્શાવે છે. મે મહિનામાં કોલસો, ક્રૂડ ઑઇલ, રિફાઇનરી ઉત્પાદનો, ખાતર, સિમેન્ટ અને વીજળીનું ઉત્પાદન અનુક્રમે ૨૫.૧ ટકા, ૪.૬ ટકા, ૧૬.૭ ટકા, ૨૨.૮ ટકા, ૨૬.૩ ટકા અને ૨૨ ટકા વધ્યું હતું.
કુદરતી ગૅસ અને સ્ટીલના ઉત્પાદનમાં વૃદ્ધિદર મે ૨૦૨૧માં અનુક્રમે ૨૦.૧ ટકા અને ૫૫.૨ ટકાની સરખામણીએ સમીક્ષા હેઠળના મહિનામાં ૭ ટકા અને ૧૫ ટકા ઘટ્યો હતો.
એકંદરે એપ્રિલ-મે ૨૦૨૨-’૨૩ દરમ્યાન આ ૮ ક્ષેત્રોનું ઉત્પાદન ગયા વર્ષના સમાન ગાળામાં ૩૬.૩ ટકાની સરખામણીએ ઘટીને ૧૩.૬ ટકા થયું હતું.