બીએસઈએ રોકાણકારોને સાવેચત કરતાં જણાવ્યું છે કે ઉક્ત વ્યક્તિ કે હસ્તીઓ બીએસઈ લિમિટેડના કોઈ પણ રજિસ્ટર્ડ મેમ્બર નથી કે મેમ્બરની અધિકૃત વ્યક્તિ નથી.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
રોકાણકારોને પોતાની જાળમાં ફસાવવા સોશ્યલ મીડિયાનો સતત ઉપયોગ વધવા લાગ્યો છે જેના ભાગરૂપ ફરી વાર આવો એક કિસ્સો બહાર આવ્યો છે. આશુતોષ મહેતા નામની વ્યક્તિ મહેતા ઇઝ બૅક નામે સોશ્યલ મીડિયા મારફત સેબી રજિસ્ટ્રેશન વિના મૂડીરોકાણ અને ટ્રેડિંગ સંબંધિત ભલામણો કરી રહી છે, એવું એક્સચેન્જના ધ્યાનમાં આવ્યું છે, એમ બીએસઈએ તેની અખબારી યાદીમાં જણાવ્યું હતું.
આ હસ્તી મેહતાઇઝબૅક.ઇન નામે વેબસાઇટ ધરાવે છે અને સોશ્યલ મીડિયા (ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ફેસબુક) પર જુદાં-જુદાં નામે ઉપસ્થિતિ ધરાવે છે. એટલું જ નહીં, એક પ્લેસ્ટોર ઍપ્લિકેશન પણ ધરાવે છે.
ADVERTISEMENT
બીએસઈએ રોકાણકારોને સાવેચત કરતાં જણાવ્યું છે કે ઉક્ત વ્યક્તિ કે હસ્તીઓ બીએસઈ લિમિટેડના કોઈ પણ રજિસ્ટર્ડ મેમ્બર નથી કે મેમ્બરની અધિકૃત વ્યક્તિ નથી. અખબારી યાદીમાં આપેલી માહિતી મુજબ બીએસઈ એક્સચેન્જની ઇન્ટરમીડિયરીઝના રજિસ્ટ્રેશનની માહિતી તેની વેબસાઇટ પર પૂરી પાડે છે, ત્યાં ચકાસણી કરી જાણી શકાય છે કે ઑફર કરનાર કે સલાહ આપનાર વ્યક્તિ-હસ્તી રજિસ્ટર્ડ અને અધિકૃત છે કે નહીં.


