આમ બિટકૉઇન હવે વિનિમયના સાધન તરીકે નહીં, પરંતુ મૂલ્યના સંગ્રહ તરીકે જોવામાં આવી રહ્યો છે. હવે સંસ્થાકીય રોકાણકારો એમાં ખાસ રુચિ લઈ રહ્યા છે.
ક્રિપ્ટોકરન્સીની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં બિટકૉઇન ફરીથી ઉછાળા મારી રહ્યો છે ત્યારે લોકોએ એનું ટ્રેડિંગ કરવાને બદલે હવે હોલ્ડિંગ કરવા પર વધુ ધ્યાન આપ્યું છે. આ જ કારણ છે કે એક્સચેન્જોમાં બિટકૉઇનનું સ્પૉટ-ટ્રેડિંગ ગયાં ચાર વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું છે.
ક્રિપ્ટોક્વૉન્ટના આંકડાઓ અનુસાર હાલનું સ્પૉટ-વૉલ્યુમ ઑક્ટોબર ૨૦૨૦ના વખત જેટલું છે. એનું સંભવિત કારણ એ છે કે રોકાણકારો હવે બિટકૉઇનમાં ટૂંકા ગાળાના લાભ જોવાને બદલે લાંબા સમય સુધી સાચવી રાખવામાં માનવા લાગ્યા છે. અગાઉ જ્યારે બિટકૉઇનના ભાવ વધતા ત્યારે વ્યવહારોનું પ્રમાણ ઘણું વધી જતું, પરંતુ હવે એ ઓછું થઈ ગયું છે. આમ બિટકૉઇન હવે વિનિમયના સાધન તરીકે નહીં, પરંતુ મૂલ્યના સંગ્રહ તરીકે જોવામાં આવી રહ્યો છે. હવે સંસ્થાકીય રોકાણકારો એમાં ખાસ રુચિ લઈ રહ્યા છે.
ADVERTISEMENT
દરમ્યાન વૈશ્વિક માર્કેટમાં સોમવારે બિટકૉઇન ૧.૬૫ ટકા વધીને ૧,૦૭,૬૨૨ ડૉલર થયો હતો. ઇથેરિયમમાં ૦.૬૯ ટકા વૃદ્ધિ થતાં ભાવ ૨૫૩૧ ડૉલર પર પહોંચ્યો હતો. બીજી બાજુ, એક્સઆરપીમાં ૦.૭૭ ટકાનો ઘટાડો થઈને ભાવ ૨.૨૫ ડૉલર ચાલી રહ્યો હતો.

