Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બેતરફી સ્વિંગમાં ૯૪૫ પૉઇન્ટની ઊથલપાથલ બાદ બજાર સુધર્યું, માર્કેટ કૅપ ૧.૧૯ લાખ કરોડ ઘટ્યું

બેતરફી સ્વિંગમાં ૯૪૫ પૉઇન્ટની ઊથલપાથલ બાદ બજાર સુધર્યું, માર્કેટ કૅપ ૧.૧૯ લાખ કરોડ ઘટ્યું

31 January, 2023 01:11 PM IST | Mumbai
Anil Patel

હેરંબા ઇન્ડ. રિઝલ્ટ પાછળ ૨૦ ટકા ધોવાઈ, મલ્ટિયર બૉટમમાં બંધ : લાર્સન બે ટકા બગડ્યો, કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક સવા ટકો માઇનસ : માર્કેટ કૅપમાં નબળાઈ જારી રહી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


અદાણી એન્ટર.નો ફૉલોઑન માત્ર ૩ ટકા ભરાયો, ગ્રે માર્કેટમાં ડિસ્કાઉન્ટ શરૂ થયાં : અદાણીના બે શૅર ૨૦ ટકાની, ત્રણ શૅર ૫ ટકાની મંદીની સર્કિટમાં બંધ, અદાણી ટ્રાન્સ ૧૫ ટકા તૂટી નવા તળિયે ગયો : ગ્રુપનું માર્કેટ કૅપ ખુવારીની હૅટ-ટ્રિકમાં કુલ ૫.૫૭ લાખ કરોડ સાફ થઈ ગયું : મોનાર્કમાં ૯ ટકાનો કડાકો, ક્વિન્ટ ડિજિટલ ૭ ટકા તૂટી નવા તળિયે : હેરંબા ઇન્ડ. રિઝલ્ટ પાછળ ૨૦ ટકા ધોવાઈ, મલ્ટિયર બૉટમમાં બંધ : લાર્સન બે ટકા બગડ્યો, કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક સવા ટકો માઇનસ : માર્કેટ કૅપમાં નબળાઈ જારી રહી

એમએસસીઆઇના એશિયન પૅસિફિક બ્રોડેસ્ટ ઇન્ડેક્સની રીતે ચાલુ મહિને ૧૧ ટકાના વધારા સાથે ૯ માસની ટોચે ગયેલાં એશિયન બજારો સોમવારે બહુધા ટેક્નિકલ કરેક્શનમાં હતાં. લુનાર વેકેશન પછી ખૂલેલું હૉન્ગકૉન્ગ માર્કેટ પોણાત્રણ ટકા, સાઉથ કોરિયા ૧.૪ ટકા, સિંગાપોર અડધો ટકો નરમ હતાં. સામે તાઇવાની ધ ટેવેસી ઇન્ડેક્સ ૫૬૧ પૉઇન્ટ કે ૩.૬ ટકા ઊંચકાયો છે. ચાઇના અને જપાન નહીંવત્ સુધારે બંધ હતા. યુરોપ ફ્લૅટ ઓપનિંગ બાદ નહીંવતથી સાધારણ ઘટાડો રનિંગમાં દેખાડતું હતું. અમેરિકા ખાતે ફેડ રેટમાં વધારાની વણઝાર અટકવાની ગણતરી પાછળ બ્રેન્ટ ક્રૂડ સુધારા બાદ ૮૬.૫૧ ડૉલરે મક્કમ જણાયું છે. યુએસ ફેડની મીટિંગ પહેલી ફેબ્રુઆરીએ છે. આપણે ત્યાં બજેટ પણ એ જ દિવસે આવવાનું છે. હિન્ડનબર્ગ રિપોર્ટનાં રમખાણમાં અદાણી પાછળ બે દિવસમાં ૧૬૪૮ પૉઇન્ટની ખરાબી પછી સેન્સેક્સ સોમવારે ૧૨૯ પૉઇન્ટના ગૅપમાં નીચે ખૂલી છેવટે ૧૬૯ પૉઇન્ટ સુધરી ૫૯,૫૦૦ બંધ થયો છે. નિફ્ટી ૪૫ પૉઇન્ટ વધી ૧૭,૬૪૯ હતો. બજારે ગઈ કાલે પ્રમાણમાં મોટી બેતરફી ઊથલપાથલ દર્શાવી છે. શૅરઆંક ઉપરમાં ૫૯,૬૪૪ અને નીચામાં ૫૮,૬૯૯ થયો હતો. રોકડું તેમ જ બ્રૉડર માર્કેટ નબળા કે ખરડાયેલા માનસમાં હોવાથી માર્કેટ બ્રેડ્થ નેગેટિવ જ રહી છે. એનએસઈમાં વધેલા ૭૯૬ શૅરની સામે ૧૨૬૪ જાતો ડાઉન હતી. બજારનાં બહુમતી સેક્ટોરલ માઇનસ ઝોનમાં ગયાં છે. અદાણીના શૅરોમાં ગાબડાં ચાલુ રહેતાં પાવર યુટિલિટી, ઑઇલ-ગૅસ તથા એનર્જી ઇન્ડેક્સ ત્રણથી પોણાછ ટકા તૂટ્યા છે. કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક સવા ટકો તો મેટલ ઇન્ડેક્સ ૧.૨ ટકો કટ થયા હતા. આઇટી અને ટેક્નૉલૉજીસ બેન્ચમાર્ક એકાદ ટકો વધ્યા છે. બે દિવસમાં ૨૪૮૭ પૉઇન્ટની તારાજી પછી બૅન્ક નિફ્ટી ૪૨ પૉઇન્ટ જેવો મામૂલી સુધર્યો હતો. 



બજાજ ફાઇનૅન્સ પરિણામ પાછળ બન્ને બજારમાં ટૉપ પર્ફોર્મર બન્યો 


ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૧૭ અને નિફ્ટીના ૫૦માંથી ૨૯ શૅર વધ્યા હતા. પરિણામની તેજીમાં બજાજ ફાઇનૅન્સ અઢી ગણા કામકાજે ૪.૬ ટકા કે ૨૬૬ રૂપિયા ઊંચકાઈ ૬૦૨૧ના બંધમાં બન્ને મેઇન બેન્ચમાર્ક ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. બજાજ ફિનસર્વ સવાબે ટકાની મજબૂતીમાં ૧૩૪૪ થયો છે. બજાજ ટ્વિન્સ બજારને ૮૦ પૉઇન્ટ ફળ્યા છે. અન્યમાં અલ્ટ્રાટેક, એનટીપીસી, એચસીએલ ટેક્નૉ, એશિયન પેઇન્ટ્સ પોણાબેથી સવાબે ટકા પ્લસ હતા. ગ્રાસીમ, ઇન્ફોસિસ, આઇશર, વિપ્રો, મારુતિ સુઝુકી, કોલ ઇન્ડિયા, સનફાર્મા એકથી સવા ટકાની આજુબાજુ પ્લસ હતા. રિલાયન્સ સાડાછ ગણા કામકાજે નીચામાં ૨૩૦૧ થઈ અડધા ટકાથી અધિકના સુધારે ૨૩૫૧ બંધ હતો, જ્યારે એનએસઈ ખાતે શૅર એક ટકો વધી ૨૩૬૦ રહ્યો છે. બે બજારો વચ્ચે રિલાયન્સ જેવી જાતમાં આટલો મોટો ભાવફરક બેશક નવાઈ કહી શકાય, સામે પાવર ગ્રીડ ૩.૪ ટકા ગગડી ૨૧૨ નીચેના બંધમાં બન્ને બજારમાં ટૉપ લૂઝર રહ્યો છે. ઇન્ડ્સઇન્ડ બૅન્ક અઢી ટકા, લાર્સન બે ટકાથી વધુ, બજાજ ઑટો ૨.૪ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ પોણાબે ટકા, ઓએનજીસી ૧.૭ ટકા, તાતા સ્ટીલ, હિન્દાલ્કો અને હિન્દુ. યુનિલીવર દોઢ ટકાની આસપાસ ડાઉન હતા. 

એજીસ લૉજિસ્ટિક્સ ૨૦ ગણા વૉલ્યુમ સાથે ૩૮૪ની નવી ઐતિહાસિક ટૉપ બનાવી ૧૧.૫ ટકાના ઉછાળે ૩૭૩ના બંધમાં ‘એ’ ગ્રુપ ખાતે બેસ્ટ ગેઇનર બન્યો છે. ડેટા પેટર્ન્સ ૧૩૦ રૂપિયા કે સવાઅગિયાર ટકાની તેજીમાં ૧૨૯૨ થયો છે. હેરંબા ઇન્ડ. નબળા રિઝલ્ટમાં ૨૦ ટકા તૂટી ૩૭૨ના નવા તળિયે બંધ હતી. ‘એ’ ગ્રુપ ખાતે ટૉપ થ્રી લૂઝરના સ્થાન અદાણીના ફાળે જળવાઈ રહ્યા છે. સિયારામ સિલ્ક મિલ્સ દસેક ટકા લથડીને ૪૮૮ તો ઈઆઇડી પેરી આઠ ટકા ખરડાઈને ૪૮૮ બંધ રહી છે. કલ્યાણ જ્વેલર્સ સવાપાંચ ટકા ઝંખવાઈને ૧૦૫ થયો છે. 


અદાણી એન્ટર.માં ડિસ્કાઉન્ટ શરૂ, ગ્રુપના વધુ ૧.૩૮ લાખ કરોડ ડૂલ 

અદાણી ગ્રુપ તરફથી હિન્ડનબર્ગના અહેવાલ સામે ૪૧૩ પાનાંનું બચાવનામું જારી થયું છે, પરંતુ શૅરના ભાવોમાં ખુવારી નાથવામાં એ કશા કામે આવ્યું નથી. ફ્લૅગશિપ કંપની અદાણી એન્ટર. ૧૧ ગણા કામકાજે નીચામાં ૨૬૬૬ થઈ ઉપરમાં ૩૦૩૮ વટાવી સવાચાર ટકા કે ૧૧૬ રૂપિયા વધી ૨૮૭૮ બંધ રહી છે. એનો ૨૦,૦૦૦ કરોડનો ફૉલોઑન ઇશ્યુ બીજા દિવસના અંતે માત્ર ૩ ટકા જ ભરાયો છે. ગ્રે માર્કેટમાં હવે ૨૫ના ડિસ્કાઉન્ટ બોલાવા લાગ્યા છે. ભરણું આજે મંગળવારે બંધ થવાનું છે. નિયમ મુજબ કુલ ૯૦ ટકા રિસ્પૉન્સ જરૂરી છે. ભલે કોઈ ભરણું ન ભરે, પણ ક્યુઆઇબી પોર્શન સાડાત્રણ ગણો ભરાય તો ઇશ્યુ આરામથી પાર લાગી જશે. વાત સમજાય છેને?

અદાણીના અન્ય શૅરમાં નિફ્ટીનો હિસ્સો એવી અદાણી પોર્ટ્સ ઉપરમાં ૬૫૮ અને નીચામાં ૫૬૭ બતાવી આઠ ગણા વૉલ્યુમે નહીંવત ઘટાડે ૫૯૭ બંધ આવી છે. અદાણી ટોટલ ૨૦ ટકા કે ૫૮૭ રૂપિયાના કડાકામાં ૨૩૪૮, અદાણી ગ્રીન ૨૦ ટકા કે ૨૯૭ના ધબડકામાં ૧૧૮૮ નીચે નવા તળિયે, અદાણી ટ્રાન્સ. ૨૦ ટકાની ખુવારીમાં ૧૬૦૮ની ઐતિહાસિક બૉટમ દેખાડી ૧૫ ટકા કે ૩૦૦ રૂપિયાની બુરાઈમાં ૧૭૧૦ બંધ થયા છે. અદાણી પાવર, અદાણી વિલ્મર તથા એનડીટીવી પાંચ-પાંચ ટકાની મંદીની સર્કિટમાં બંધ હતા. એસીસી એક ટકો સુધરીને ૧૯૦૫ નજીક તો અંબુજા સિમેન્ટ ૧.૭ ટકા સુધરીને ૩૮૭ બંધ હતા. બે દિવસમાં ૪.૧૮ લાખ કરોડના ધોવાણ પછી ગઈ કાલે પણ અદાણી ગ્રુપનું માર્કેટ કૅપ ૧.૩૮ લાખ કરોડ ડાઉન થયું છે. સરવાળે ત્રણ દિવસમાં તારાજીનો આંકડો ૫.૫૭ લાખ કરોડ થવા જાય છે. 

આ પણ વાંચો :  બજેટ, ફેડરલ અને અદાણીની ચિંતા બાજુએ મૂકી લૉન્ગ ટર્મ અભિગમ જ રાખો

બૅન્ક નિફ્ટી નહીંવત્ સુધારામાં, મોનાર્ક નવ ટકા ડાઉન, ક્વિન્ટ ડિજિટલ નવા તળિયે 

બે દિવસમાં ૨૪૮૭ પૉઇન્ટની ખુવારી પછી બૅન્ક નિફ્ટી સોમવારે નીચામાં ૩૯,૪૨૦ની અંદર જઈ ૪૨ પૉઇન્ટ જેવા મામૂલી સુધારામાં ૪૦,૩૮૭ બંધ થયો છે. અત્રે ૧૨માંથી ૧૦ શૅર વધ્યા હતા. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૦ શૅરના સુધારામાં અડધો ટકો વધ્યો છે. સમગ્ર બૅન્કિંગ ક્ષેત્રના ૩૭માંથી ૨૧ શૅર પ્લસ હતા. ઇન્ડિયન બૅન્ક પાંચ ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ચાર ટકા, જેકે બૅન્ક અને કર્ણાટક બૅન્ક અઢી-અઢી ટકા મજબૂત હતા. સામે સૂર્યોદય બૅન્ક ૩.૯ ટકા, ઇન્ડ્સ ઇન્ડ અને યસ બૅન્ક અઢી ટકા તથા ઇક્વિટાસ બૅન્ક ૧.૪ ટકા ઘટ્યા છે. એચડીએફસી બૅન્ક, ઍક્સિસ બૅન્ક, સ્ટેટ બૅન્ક નહીંવતથી સામાન્ય નરમાઈમાં હતા. આઇસીઆઇસીઆઇ બૅન્ક અને કોટક બૅન્ક અડધો-પોણો ટકો વધ્યા છે. 

ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૨૪ પૉઇન્ટ જેવો નહીંવત સુધર્યો છે. અત્રે ૧૩૭માંથી ૭૧ શૅર માઇનસ હતા. જનરલ ઇન્શ્યૉરન્સ સવાપાંચ ટકા, પૈસા લો ડિજિટલ પાંચ ટકા, પૉલિસી બાઝાર પોણાપાંચ ટકા, પેટીએમ ૩.૯ ટકા, નાયકા ૬.૧ ટકો મજબૂત રહ્યા છે. એલઆઇસી વધુ ૧.૪ ટકા બગડીને ૬૫૬ હતો. અદાણી ગ્રુપ સાથેના સંબંધને લઈ મોનાર્ક નેટવર્થ ૯ ટકાના ધોવાણમાં ૨૬૫ થયો છે. ૬ ડિસેમ્બરે ભાવ ૪૧૯ના બેસ્ટ લેવલે હતો. ક્વિન્ટ ડિજિટલ મીડિયા પણ સાત ટકાની વધુ ખરાબીમાં ૧૪૦ના નવા તળિયે બંધ આવ્યો છે. રેપ્કો હોમ સાડાચાર ટકા, સેન્ટ્રમ કૅપિટલ અને ડેલવીસ સવાચાર ટકા, ધાની સર્વિસિસ સાડાત્રણ ટકા માઇનસ હતા. દરમ્યાન બીએસઈ લિમિટેડ ૫૦૩ની સવા વર્ષની નીચી સપાટી નોંધાવી દોઢ ટકાના ઘટાડે ૫૦૫ની અંદર રહ્યો છે.

ઇન્ટલેક્ટ ડિઝાઇન પોણાઆઠ ટકા ઊછળ્યો, સેરેબ્રામાં નવું વર્સ્ટ બૉટમ

પસંદગી યુક્ત લેવાલીના સપોર્ટમાં આઇટી ઇન્ડેક્સ ૨૯૭ પૉઇન્ટ કે એક ટકો વધ્યો છે. અત્રે ૬૦માંથી ૩૧ શૅર સુધર્યા હતા. ફ્રન્ટલાઇનમાં ઇન્ફી ૧.૪ ટકા, ટીસીએસ પોણો ટકો, એચસીએલ ટેક્નૉ ૧.૭ ટકા, વિપ્રો એક ટકો, ટેક મહિન્દ્ર અડધો ટકો, લાટિમ સવા ટકો પ્લસ હતા. ઇન્ટલેક્ટ ડિઝાઇન ૭.૮ ટકાની તેજીમાં ૪૩૨ વટાવી ગયો છે. સિગ્નિટી સાસ્કેન અને કોફોર્જ ત્રણ-સવાત્રણ ટકા અપ હતા. સેરેબ્રા ઇન્ટર. જે વર્ષ પૂર્વે ૯૨ના શિખરે હતો એ ગગડતો રહી પાંચ ટકાની નીચલી સર્કિટમાં સાડાદસના મલ્ટિયર તળિયે આવી ગયો છે. બ્રાઇટ કોમ સાડાચાર ટકા, ઓરિયન પ્રો સવાત્રણ ટકા, તાન્લા ત્રણ ટકા કટ થયા હતા. ઇન્ડ્સ ટાવર ૭ ટકાના બાઉન્સ બૅકમાં ૧૪૭, વોડાફોન છ ટકા ઊંચકાઈ પોણાસાત રૂપિયા તથા તેજસનેટ સવાત્રણ ટકા વધી ૫૩૬ બંધ હતા. ભારતી ઍરટેલ અડધો ટકો ઢીલો પડ્યો છે. સારેગામા પોણાપાંચ ટકા, તાતા ટેલી પોણાત્રણ ટકા, પીવીઆર અઢી ટકા, તાતા કમ્યુ. પોણાબે ટકા નરમ રહ્યા છે. 

પાવર યુટિલિટી એનર્જી અને ઑઇલ-ગૅસ સેક્ટરમાં અદાણીના શૅર ઉપરાંત સવિતા ઑઇલ ૧૦.૨ ટકા, ગેઇલ સવાચાર ટકા, જેએસડબ્લ્યુ એનર્જી ત્રણ ટકા, રિલા. ઇન્ફ્રા અઢી ટકા, પેટ્રોનેટ પોણાત્રણ ટકા ડાઉન હતા. ઑટોમાં મારુતિ અને મહિન્દ્ર પોણાથી એક ટકો પ્લસ હતા, સામે અશોક લેલૅન્ડ ૩.૪ ટકા, બજાજ ઑટો અઢી ટકા, હીરો મોટોકૉર્પ સવા ટકો, તાતા મોટર્સ અડધો ટકો ઘટ્યા છે. હિન્દુ. ઝિન્ક, સેઇલ, તાતા સ્ટીલ, હિન્દાલ્કો, જિંદલ સ્ટીલ અને જેએસડબ્લ્યુ સ્ટીલની સવાથી પોણાત્રણ ટકાની નબળાઈ મેટલ ઇન્ડેક્સને ૧.૨ ટકા નીચે લઈ ગઈ છે. કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક સવા ટકો કે ૪૩૯ પૉઇન્ટ બગડ્યો એમાં લાર્સનનું પ્રદાન ૩૪૫ પૉઇન્ટ હતું. આ શૅર બે ટકા બગડી ૨૧૧૪ થયો છે. 

Whatsapp-channel Whatsapp-channel

31 January, 2023 01:11 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK