આગામી વર્ષોમાં ભારતના અર્થતંત્રમાં ડ્રામૅટિક પરિવર્તન આવશે એ નક્કી છે
લાઇફમસાલા
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
લોકસભાની ચૂંટણીનાં રિઝલ્ટના દિવસે શૅરબજારમાં આવેલા મોટા ક્રૅશ વિશે અમેરિકાના જાણીતા ઇન્વેસ્ટર જિમ રૉજર્સે રસપ્રદ પ્રતિભાવ આપ્યા છે. ભારતીય શૅરબજારમાં આગામી મહિનાઓમાં મોટો ઉછાળો આવશે એવો સંકેત આપતાં જિમ રૉજર્સે રોકાણકારોને સલાહ આપી હતી કે જ્યારે કોઈ સારા સમાચાર આવવાના હોય ત્યારે મારી સ્ટ્રૅટેજી એવી રહી છે કે અફવા હોય ત્યારે વધુ ખરીદો અને ન્યુઝ આવે ત્યારે વેચી નાખો. તેમણે નરેન્દ્ર મોદીની ભરપૂર પ્રશંસા કરતાં કહ્યું છે કે મોદીએ જે પ્રૉમિસ આપ્યું છે એનું પાલન કરશે અને ભારતમાં મૅન્યુફૅક્ચરિંગને પ્રાથમિકતા આપશે તો આગામી વર્ષોમાં ભારતના અર્થતંત્રમાં ડ્રામૅટિક પરિવર્તન આવશે એ નક્કી છે. કૉમોડિટી સેક્ટર વિશે બોલતાં તેમણે કહ્યું છે કે ‘ચાંદી ઑલટાઇમ હાઈ પર પહોંચ્યા બાદ
તૂટી છે. હવે હું હાલના ભાવે ચાંદી ખરીદવાનું પસંદ કરીશ. હજી ગઈ કાલે જ મેં ચાંદી ખરીદી છે. હું ગોલ્ડ અને સિલ્વર બન્નેમાં રોકાણ કરવાનું પસંદ કરીશ, પણ હાલના ભાવે મારી પ્રાથમિકતા ચાંદી રહેશે.’
જોકે ભારતીય શૅરબજાર માટે સારા સંકેત આપનાર રૉજર્સે અમેરિકી શૅરબજારને લઈને ચિંતા વ્યક્ત કરતાં કહ્યું છે કે ‘છેલ્લાં ૧૪ વર્ષથી અમેરિકી શૅરમાર્કેટ ઊંચે જઈ રહ્યું છે પણ આ વર્ષના અંતે એમાં મોટું કરેક્શન આવશે. કારણ એ છે કે ૨૦૦૮ની મંદી પછી અમેરિકાના દેવાંમાં સતત વધારો થઈ રહ્યો છે જેની અસર વર્ષના અંતે સામે આવી શકે છે.’