આઇસી૧૫ ઇન્ડેક્સમાં ત્રણ ટકાનો ઘટાડો
પ્રતીકાત્મક તસવીર
અમેરિકામાં ફેડરલ રિઝર્વની મીટિંગ પહેલાં સાવચેતીરૂપે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં વધુ ઘટાડો થયો હતો. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫ બપોરે ૪ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૩.૦૯ ટકા (૨૫૮૨ પૉઇન્ટ) ઘટીને ૮૦,૮૨૪ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૮૩,૪૦૫ ખૂલીને ૮૪,૨૨૭ની ઉપલી અને ૭૯,૬૭૮ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. એક્સઆરપી, સોલાના, ડોઝકૉઇન અને ઇથેરિયમ ૩થી ૬ ટકાની રેન્જમાં ટોચના ઘટનાર હતા. ટોનકૉઇન એકમાત્ર વધનારો કૉઇન હતો.
દરમ્યાન, ભારતીય રિઝર્વ બૅન્કે શરૂ કરેલા ડિજિટલ રૂપી સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી (CBDC)ના પ્રયોગમાં જૂન ૨૦૨૪ સુધીમાં ૪,૨૦,૦૦૦ વેપારીઓ જોડાયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. બીજી બાજુ, કૅલિફૉર્નિયામાં ૪૨ મિલ્યન કાર-ટાઇટલ્સ અવાલાંશ બ્લૉકચેઇન પર મૂકવામાં આવ્યાં છે. એને લીધે ટાઇટલ ટ્રાન્સફરનું કામ સરળ બન્યું છે.

