કોરોના મહામારી બાદ ૩૨ લાખ નાના વર્ગને આજીવિકા માટે લોન આપી
પ્રતીકાત્મક તસવીર
એક ઉચ્ચ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડરની આત્મનિર્ભર નિધિ યોજના (પીએમ સ્વનિધિ) હેઠળ ૩૨ લાખથી વધુ સ્ટ્રીટ વેન્ડર્સની લગભગ ૩૬૨૮ કરોડ રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી છે. સિવિલ સર્વિસ ડે નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં બોલતાં નાણાકીય સેવા વિભાગના સચિવ સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે યોજના હેઠળ ૩૧.૧૯ લાખ લાભાર્થીઓને ૩૨૨૮ કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું છે.
કોરોના મહામારી પછી સ્ટ્રીટ વેન્ડર્સને તેમની આજીવિકા પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા માટે મદદ મળી રહે એ માટે મે ૨૦૨૦માં આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગ રૂપે પીએમ સ્વનિધિ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. સ્કીમ મુજબ વિક્રેતા ૧૦,૦૦૦ રૂપિયા સુધીની વર્કિંગ કૅપિટલ લોન મેળવી શકે છે.


