Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝકલા કટાય ખરી?

22 September, 2023 12:54 IST | Mumbai

કલા કટાય ખરી?

કલા ક્યારેય કટાય ખરી? કલા એટલે શું? કલા એટલે 'સુંદર મનોહર એવું નિર્માણ.' જેને જોતાંવેત મન પ્રફુલ્લિત થઈ જાય. સૌદર્યને નિષ્પન્ન કરવાની શકિત એનું નામ કલા. એક સાચો કલાકાર જ કલાનું સર્જન સહજ રીતે કરી શકે છે. કલાને માણવી અઘરી નથી પણ જાણવી ખરેખર અઘરી છે. દેશવિદેશમાં ખૂણેખૂણે અગણિત કલાઓ સમાયેલી છે. એમાં કેટલીક કલા અને હુન્નર કે આવડત કોઈ વ્યકિત પૂરતી જ સીમિત રહી જાય છે તો ક્યારેક કોઈ વ્યકિતને ઊંચા સ્તરે લઈ જાય છે. ક્યારેક કલાને સાધતાં આખો ભવ નીકળી જાય છે બીજીબાજુ ગળથુથીમાં જ કલા પ્રાપ્ત થઈ જાય છે. આપણો ભારતદેશની કલા અને સંસ્કૃતિની તો દેશવિદેશમાં નામના છે અને રહેશે એ કદી કટાય ખરી? મિત્રો આજે આપણે આવા જ એક કલાકાર અને કલાના સાચા સાધક એવાં એક વ્યકિતની વાત કરવાની છે. નામ છે એમનું 'નિલેશ ચંદુલાલ પરમાર'. વ્યવસાયે તેઓ વકીલ છે પણ એમની રગેરગમાં કલા વસેલી છે. એમનો શોખ કહો તો શોખ અને કલાપ્રેમ કહો તો કલાપ્રેમ એમનો આ કલાપ્રેમનો કે શોખ ગણેશોત્સવમાં પૂર્ણ કરી લે છે. એમનાં ઘરે વર્ષોથી ગણેશોત્સવમાં ગણેશજીની પધરામણી થાય છ. દોઢ દિવસ એમનાં ઘરે ભક્તોની કતાર લાગે કારણ એમને જાતે તૈયાર કરેલી સજાવટ એ ભક્તોનું વિશેષ આકર્ષકનું કેન્દ્ર બની રહે છે. ખરેખર મિત્રો, દર વખતે કંઈ નવીન સજાવટ સાથે નિલેશજી હાજર થઈ જાય છે. મને પણ ઘણીવખત થાય આવી નવીનતા નિલેશજીને દરવખતે સ્ફુરે છે કયાંથી? હાલમાં બે વર્ષથી એમનાં ઘરે અષ્ટવિનાયકની પધરામણી થાય છે. એમાં વિશેષ આકર્ષણ એમને તૈયાર કરેલું સિધ્ધકેટ મંદિર! ખરેખર એમણે તો પોતાનાં ધરને જ મંદિરમાં ફેરવી નાંખ્યું! કાર્ડબોડ અને કલરની મદદથી આખું મંદિર ખૂબ જ થોડી જગ્યામાં ઊભું કરવું એ લોઢાનાં ચણા ચાવવા બરાબર છે. ખરેખર એમણે તૈયાર કરેલું મંદિર જોનારા મંત્રમુગ્ધ થઈને જોયાં જ રાખે છે. આ વખતે સિધ્ધિવિનાયક ગણેશજીની એમને ઘરે પધરામણી કરી હતી ત્યારે પણ સિધ્ધટેક મંદિર એમણે ઊભું કર્યું એમાં એમની દીકરી અંજલિનો સંપૂર્ણ સાથ સહકાર હોય છે. અંજલિ હાલમાં આર્કિટેકનું ભણી રહી છે. એનાં પણ પિતા જેમ જ કલા જાણે ફુટીફુટીને ભરી છે. આ પિતા અને દીકરીની જોડીએ માત્ર 30 જ કલાકમાં જ આબેહુબ સિધ્ધટેક મંદિર ઘરનાં જ ઊભું કરી દીધું હતું. જેને જોનારાઓએ પ્રભાવિત થઈને સોશિયલ મિડિયામાં એમનાં સ્ટેટસ અને વોલ પર મૂક્યાં what's app પણ ખૂબ પ્રશંસા પ્રાપ્ત થઈ. હાલમાં અમારું PAN production હાઉસ છે. જેમાં ટુંકસમયમાં જ હું એટલે કે જીજ્ઞા કપુરિયા'નિયતી' અને અંજલિ નિલેશ પરમાર અમારા પ્રોડક્શનમાં તદ્દન નવું નાટક લઈને નાટ્યકલા ક્ષેત્રે પણ પદાર્પણ કરી રહ્યા છે એ પણ એક કલા જ છે ને. આ વખતે અમારા આ પ્રોડક્શનની ગણેશોત્સવની શુભેચ્છા અમે આ કલાકૃતિ સાથે બધે મોકલી હતી એમાં પણ બધે પ્રશંસા મળી ત્યાં સુધી કે ધાર્મિક પરમારે મારી જેમ લેખ લખવાનાં છે. તો મિત્રો કહેવાનો તાત્પર્ય એ છે આ પૃથ્વી પર જયાં સુધી જીવન છે ત્યાં સુધી કલા કોઈ દિવસ કટાસે નહીં એ તો નિશ્રિત છે. હવે આપણે એ જોવાનું કે આગામી સમયમાં નિલેશભાઈ કયું મંદિર લઈને આપણી સમક્ષ હાજર થશે. જીજ્ઞા કપુરિયા'નિયતી'


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK