કપિલ દેવનો જન્મ 6 જાન્યુઆરી 1959ના રોજ થયો હતો. વિઝડન મેગેઝીન દ્વારા 2002માં કપિલ દેવને ઈન્ડિયન ક્રિકેટર ઓફ સેન્ચુરીનું બિરૂદ અપાયું હતું.
તસવીરમાં: કપિલ જ્યારે માત્ર 6 વર્ષના હતા ત્યારે
કપિલ દેવની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમે 1983માં વર્લ્ડ કપ જીત્યો હતો. ઓક્ટોબર 1999થી ઓગસ્ટ 2000 સુધી ભારતીય ટીમના કોચ તરીકે પણ કાર્યભાર સંભાળ્યો હતો. કપિલ દેવ 1994માં રિટાયર થયા હતાં. કપિલ દેવ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતા જો કે વર્ષ 2000માં કોર્ટ્ને વાલ્સે 2000માં આ રેકોર્ડ તોડ્યો હતો.
તસવીરમાં: કપિલ દેવ અને રોમી તેમના લગ્નના દિવસે
કપિલ દેવ વન-ડેમાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર છે. તે એકમાત્ર પ્લેયર છે જેણે ક્રિક્ટ કરીઅરમાં 400થી વધુ વિકેટ પણ લીધી હોય અને 5000થી વધુ રન પણ બનાવ્યા હોય. એક પરફેક્ટ ઓલરાઉન્ડર તરીકે ભારતીય ટીમમાં કપિલ દેવ આધાર બન્યા હતા. 11 માર્ચ 2010ના કપિલ દેવનો સમાવેશ ICC વોલ ઓફ ફેમમાં કરવામાં આવ્યો હતો.
તસવીરમાં: ક્રિકેટ પ્રવાસથી પરત ફરી રહેલા કપિલ દેવ
કપિલ દેવ, કપિલ દેવ નિખંજ તરીકે 6 જાન્યુઆરી, 1959 ના રોજ ચંદીગઢના અગ્રણી લાકડાનાં વેપારી રામ લાલ નિખંજ અને તેમની પત્ની રાજ કુમારી નિખંજને ત્યાં જન્મ્યા હતા.
તસવીર: કપિલ દેવ તેની પત્ની રોમી અને પુત્રી અમિયા સાથે
કપિલ દેવની માતાનો જન્મ પકપટ્ટનમના સુફી સંત બાબા ફરીદને ત્યા થયો હતો જ્યારે કપિલ દેવના પિતા દિપાલપુરના હતા, જે હાલ પાકિસ્તાનના ઓકારા જિલ્લામાં છે. કપિલ દેવની ચાર બહેનોનો જન્મ ભાગલા પહેલા પાકિસ્તાનમાં થયો હતો જ્યારે બે ભાઈનો જન્મ ફાઝિલ્કામાં થયો હતો, જ્યાં તેઓ ભાગલા પછી રહ્યાં હતા.
તસવીરમાં: કપિલ દેવ યંગ સચિન તેન્ડુલકર સાથે
કપિલ દેવના પિતાએ પાર્ટિશન પછી ફાઝિલ્કામાં સમય વિતાવ્યો હતો અને ત્યારબાદ તે ચંદીગઢ આવ્યા હતા . કપિલ દેવ D.A.V શાળાનાં વિદ્યાર્થી હતા. અને 1971માં દેશ પ્રેમ આઝાદ સાથે જોડાયા.
તસવીરમાં: કપિલ દેવ સચીન તેંડુલકર અને મોહમ્મદ અઝરૂદ્દીન સાથે
કપિલ દેવને હેર સ્ટાઈલનો ઘણો શોખ હતો. તેમને ઘણીવાર અલગ અલગ હેરસ્ટાઈલ સાથે જોવા મળ્યા છે.
લિજેન્ડ કપિલ ક્રિકેટ ઇતિહાસમાં એકમાત્ર ઓલરાઉન્ડ છે જેણે તેના કરીઅરમાં 400થી વધુ 434 વિકેટ પણ લીધી હોય અને 5000થી વધુ રન પણ બનાવ્યા હોય. આમ કપિલ પાજીએ માત્ર બોલથી જ નહી બેટથી પણ વિરોધી ટીમોને પરેશાન કર્યા છે.
કપિલ દેવ અને સુનીલ ગાવસ્કર, સદીના બે ક્રિકેટ નાયકો જોડે
કપિલ દેવની કપ્તાનીમાં ભારતીય ટીમ 1983માં પહેલી વાર વર્લ્ડ કપ જીતવામાં સક્ષમ રહી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી વર્લ્ડ કપ ફાઈનલમાં હરાવી ભારતે વર્લ્ડ કપ જીત્યો હતો.
તસવીરમાં:1983 વર્લ્ડ કપ સાથે કપિલ દેવ અને મોહિન્દર અમરનાથ
કપિલ દેવ હંમેશા તેમના સાથી મિત્રો સાથે સમય પસાર કરતા.
તસવીરમાં: દિલીપ વેન્ગસ્કર અને કિરણ મોરે સાથે કપિલ દેવ
કપિલ માત્ર ક્રિકેટર્સ સાથે જ નહી પરંતુ બોલીવૂડ સ્ટાર્સ સાથે પણ અવારનવાર જોવા મળે છે. તેમણે એક ક્રિકેટર નામની ફિલ્મમાં અભિનય પણ કર્યો હતો.
તસવીરમાં: ક્રિકેટના મહાનાયક બોલીવૂડના શહેનશાહ અમિતાબ બચ્ચન સાથે
ભૂતપુર્વ વડાપ્રધાન રાજીવ ગાંઘી સાથે કપિલ દેવની મુલાકાત
કપિલ દેવ ડેએવી સ્કૂલમાં ભણ્યા હતા અને પૂર્વ ક્રિકેટર દેશ પ્રેમ આઝાદ પાસેથી 1971માં તેમણે ક્રિકેટની તાલીમ લીધી હતી.
1994માં કપિલ દેવે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી અને તેમને નામે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ નોંધાયેલો છે. બાદમાં આ રેકોર્ડ કોર્ટની વેલ્શે 2020માં તોડ્યો હતો. કપિલ દેવ તેમના સમયે ટેસ્ટ અને ઓડીઆઇમાં સ ૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી રહ્યા છે. હવે આ યાદમાં તે નવમા સ્થાને છે. તસવીરમાં કપિલ દેવ અને મોહંમદ અઝરુદ્દિન
કપિલ દેવ એવા પહેલા ખેલાડી હતા જેમણે ઓડીઆઇમાં 200 વિકેટ્સ લીધી હતી અને તે એક માત્ર ખેલાડી છે જેમણે કૂલ 434 વિકેટ્સ લીધી છે અને ટેસ્ટમાં 5000 રન ફટકાર્યા છે. તસવીરમાં કપિલ દેવ, સુનિલ ગાવસ્કર અને અઝરુદ્દિન.
કપિલ દેવે 16 ઑક્ટોબર 1978માં ટેસ્ટ ક્રિકેટમાં રમવાની શરૂઆત કરી હતી અને હજી સુધી તે 131 ટેસ્ટ મેચિઝ રમ્યા છે.
તેમના ટેસ્ટ કરિયરમાં કપિલ દેવે 5248 રન્સ કર્યા છે અને 8 સેન્ચ્યુરી મારી છે તથા 27 હાફ સેન્ચ્યુરી મારી છે.
કપિલ દેવે ટેસ્ટના કરિયરમાં લીધેલી 434 વિકેટ્સ 29.64ની એવરેજ પર લીધેલી છે.
કપિલ દેવે 1 ઑક્ટોબર 1978માં ઓડીઆઇમાં ડેબ્યૂ કર્યું હતું અને ભારત માટે 225 મેચિઝ રમ્યા છે.
ઓડીઆઇમાં કપિલ દેવે 3783 રન્સ ફટકાર્યા છે. તેમણે 253 વિકેટ્સ લીધી છે જેમાં 5/43ની બૉલિંગ ફિગર્સ રહી હતી.
કપિલ દેવે પોતાના ફર્સ્ટ ક્લાસ કરિયરમાં જે શાનદાર પરફોર્મન્સ કર્યું છે તેની જેટલી વાત થાય એટલી ઓછી છે.
તસવીરમાં કપિલદેવન અને ગુડપ્પા વિશ્વનાથ ટ્રોફી રિસીવ કરતા.
કપિલ દેવને 2002ની સાલમાં સદીના ભારતીય ક્રિકેટરનું બિરૂદ વિસ્ડન દ્વારા અપાયું હતું.
વિનોદ કાંબલી અને તેમનાં પત્ની એન્ડ્રિયા હ્યુવેટ સાથે અંધેરીના રેસ્ટ્રો બારમાં કપિલ દેવ.
જંપિક જેક સાથે કપિલ દેવ, આ તસવીર રિવેદ્રી સ્ટૂડિયોમાં આર્યન ફિલ્મના મુહર્ત શોટ વખતે લેવાઇ હતી.
દીપ્તિ નવલ અને કપિલ દેવ ફિલ્મ ક્રિકેટરના એક સીનમાં. આ ફિલ્મ બિશ મેહાયે 1982માં ડાયરેક્ટ કરી હતી.
નાના પાટેકર અને કપિલ દેવ એક ઇવેન્ટમાં
83 - ફિલ્મની રાહ તો આપણે બધા જ જોઇએ છીએ. રણવીર સિંઘ તેમાં કપિલ દેવનું પાત્ર ભજવી રહ્યો છે. અહીં રિયલ અને રિયલ કપિલ એક સાથે.
પૂર્વ પ્રધાનમંત્રી નરસિંહા રાવ સાથે કપિલ દેવ.
કપિલ દેવ તેમની નાનકડી દીકરી સાથે, તેઓ એ સમયે ઘણી અલગ અલગ હેર સ્ટાઇલ રાખતા.
મેલબૉર્નમાં ફેન્સ સાથે કપિલ દેવ, આ તસવીર 1981માં ઑસ્ટ્રેલિયા સામેની જીત પછીની તસવીર.
કપિલ દેલ ફૂટ બૉલ ગ્રાઉન્ડ પર કરતબ અજમાવતા.
અહીં લેજન્ડરી કપિલ દેવ બીજા લેજન્ડ સચિનને માટે બૉલિંગ કરી રહ્યા છે. આ વાનખેડે સ્ટેડિયમમાં 1999માં લેવાયેલી તસવીર છે. આ હીરો હોન્ડા દ્વારા આયોજિત મેચ હતી.
કપિલ દેવ અને સુનિલ ગાવસ્કર, ફિલ્મ એક્ટર્સ સાથે ખેલાઇ રહેલી મેચ માટે પીચ પર હાજર.
બી એસ ચંદ્રશેખર બેનિફિટ ફંડ માટે ભંડોળ ઉઘરાવતા કપિલ દેવ અને સંદિપ પાટીલ
કપિલ દેવ સાથે લિનફોર્ડ ક્રિસ્ટી અને સ્ટીવ ઑવેટ્ટ, આ મુંબઇ ઇન્ટરનેશનલ મેરેથોનની તસવીર છે જે જાન્યુઆરી 2005માં લેવાઇ હતી.
11 માર્ચ 2010ના રોજ કપિલ દેવને આઇસીસી ક્રિકેટ હૉલ ઑફ ફેમમાં ઉમેરાવામાં આવ્યા.
આજે ક્રિકેટર ઓફ સેન્ચુરી કપિલ દેવ 62 વર્ષના થયા છે. કપિલ દેવ એકમાત્ર પ્લેયર છે જેણે બોલ અને બેટ બન્ને સાથે વિરોધી ટીમોને હંમેશા પરેશાન કર્યા છે. ચાલો જોઈએ મહાન દિગ્ગજ ઓલરાઉન્ડરની યાદગાર પળોને.