સૌરવ ગાંગુલીની આ તસવીરો તમે ક્યારેય નહીં જોઇ હોય

Updated: 10th July, 2020 16:00 IST | Rachana Joshi
 • સૌરવ ગાંગુલીનો જન્મ 8 જૂલાઈ 1972ના રોજ કોલકતાના બેહાલામાં થયો હતો.

  સૌરવ ગાંગુલીનો જન્મ 8 જૂલાઈ 1972ના રોજ કોલકતાના બેહાલામાં થયો હતો.

  1/25
 • આજે સૌરવ ગાંગુલીનો 48મો જન્મદિવસ છે.

  આજે સૌરવ ગાંગુલીનો 48મો જન્મદિવસ છે.

  2/25
 • ક્રિકેટના મેદાન પર અને બહાર આ ક્લાસિક બેટ્સમેનને 'દાદા' કહેવામાં આવે છે. દાદા એટલે મોટા ભાઈ.

  ક્રિકેટના મેદાન પર અને બહાર આ ક્લાસિક બેટ્સમેનને 'દાદા' કહેવામાં આવે છે. દાદા એટલે મોટા ભાઈ.

  3/25
 • સૌરવનો પરિવાર શરૂઆતથી જ આર્થિક રીતે મજબૂત છે. પેરેન્ટ્સે સૌરવનું નિકનેમ 'મહારાજ' રાખ્યું હતું.

  સૌરવનો પરિવાર શરૂઆતથી જ આર્થિક રીતે મજબૂત છે. પેરેન્ટ્સે સૌરવનું નિકનેમ 'મહારાજ' રાખ્યું હતું.

  4/25
 • ઈંગલેન્ડના પૂર્વ કૅપ્ટન અને પ્રખ્યાત કોમેન્ટેટર જ્યોફ્રી બોયકોટે સૌરવ ગાંગુલીને 'પ્રિન્સ ઓફ કોલકાતા' નામ આપ્યું હતું.

  ઈંગલેન્ડના પૂર્વ કૅપ્ટન અને પ્રખ્યાત કોમેન્ટેટર જ્યોફ્રી બોયકોટે સૌરવ ગાંગુલીને 'પ્રિન્સ ઓફ કોલકાતા' નામ આપ્યું હતું.

  5/25
 • બહુ ઓછા લોકોને ખબર છે કે, ગાંગુલી જન્મથી રાઈટ હેન્ડર છે. પરંતુ તેમણે  વિશ્વના સર્વશ્રેષ્ઠ ડાબેરી બેટ્સમેનમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

  બહુ ઓછા લોકોને ખબર છે કે, ગાંગુલી જન્મથી રાઈટ હેન્ડર છે. પરંતુ તેમણે  વિશ્વના સર્વશ્રેષ્ઠ ડાબેરી બેટ્સમેનમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

  6/25
 • જમણા હાથે લખતા અને સીધા હાથે જ જમતા ગાંગુલી ડાબેરી બેટ્સમેન બન્યા તેનું કારણ તેમનો ભાઈ સ્નેહશિષ છે. ભાઈ સ્નેહસિષ લેફ્ટ હેન્ડર હતો. તેમનો ક્રિકેટ ગિયર (ગ્લવ્સ અને પેડ વગેરે)નો ઉપયોગ કરવા દાદા પણ ડાબોડી બન્યા.

  જમણા હાથે લખતા અને સીધા હાથે જ જમતા ગાંગુલી ડાબેરી બેટ્સમેન બન્યા તેનું કારણ તેમનો ભાઈ સ્નેહશિષ છે. ભાઈ સ્નેહસિષ લેફ્ટ હેન્ડર હતો. તેમનો ક્રિકેટ ગિયર (ગ્લવ્સ અને પેડ વગેરે)નો ઉપયોગ કરવા દાદા પણ ડાબોડી બન્યા.

  7/25
 • ગાંગુલીએ 1992માં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમમાં ડેબ્યૂ કર્યું હતું. 

  ગાંગુલીએ 1992માં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમમાં ડેબ્યૂ કર્યું હતું. 

  8/25
 • સૌરવ ગાંગુલીએ લોર્ડ્સ- ક્રિકેટના મક્કાથી ટેસ્ટ કરિયરની શરૂઆત કરી હતી. 131 રનની ઇનિંગ્સ. આ મેદાન પર ડેબ્યૂ કરતી વખતે કોઈ પણ બેટ્સમેનનો આ સર્વોચ્ચ સ્કોર છે.

  સૌરવ ગાંગુલીએ લોર્ડ્સ- ક્રિકેટના મક્કાથી ટેસ્ટ કરિયરની શરૂઆત કરી હતી. 131 રનની ઇનિંગ્સ. આ મેદાન પર ડેબ્યૂ કરતી વખતે કોઈ પણ બેટ્સમેનનો આ સર્વોચ્ચ સ્કોર છે.

  9/25
 • દાદાએ 113 ટેસ્ટ મેચ રમી છે અને 7,212 રન બનાવ્યા છે.

  દાદાએ 113 ટેસ્ટ મેચ રમી છે અને 7,212 રન બનાવ્યા છે.

  10/25
 • સૌરવ ગાંગુલીએ કરિઅર દરમ્યાન 311 વનડે મેચ રમી છે અને 11,363 રન બનાવ્યા છે. 

  સૌરવ ગાંગુલીએ કરિઅર દરમ્યાન 311 વનડે મેચ રમી છે અને 11,363 રન બનાવ્યા છે. 

  11/25
 • વર્લ્ડકપમાં સૌથી વધુ સ્કૉર ભારત તરફથી કોઈએ બનાવ્યો હોય તો તે છે સૌરવ ગાંગુલી. 

  વર્લ્ડકપમાં સૌથી વધુ સ્કૉર ભારત તરફથી કોઈએ બનાવ્યો હોય તો તે છે સૌરવ ગાંગુલી. 

  12/25
 • ઈંગલેન્ડમાં 1999માં યોજાયેલા વર્લ્ડકપમાં શ્રીલંકા સામેની મેચમાં સૌરવ ગાંગુલીએ 158 બોલમાં 183 રન બનાવ્યા હતા. જેમાં 17 ચોક્કા અને છ છગ્ગાનો સમાવેશ છે.

  ઈંગલેન્ડમાં 1999માં યોજાયેલા વર્લ્ડકપમાં શ્રીલંકા સામેની મેચમાં સૌરવ ગાંગુલીએ 158 બોલમાં 183 રન બનાવ્યા હતા. જેમાં 17 ચોક્કા અને છ છગ્ગાનો સમાવેશ છે.

  13/25
 • ગાંગુલીએ વનડેમાં કુલ 22 શતક ફટકાર્યા છે. જેમાંથી 18 શતક ભારતની બહાર લગાવ્યા છે.

  ગાંગુલીએ વનડેમાં કુલ 22 શતક ફટકાર્યા છે. જેમાંથી 18 શતક ભારતની બહાર લગાવ્યા છે.

  14/25
 • સૌરવ ગાંગુલી ભારતના સૌથી સફળ કૅપ્ટનોમાંના એક છે.

  સૌરવ ગાંગુલી ભારતના સૌથી સફળ કૅપ્ટનોમાંના એક છે.

  15/25
 • વર્ષ 2000માં મેચ ફિક્સિંગ પ્રકરણ બાદ જ્યારે ભારતીય ટીમ સંકટમાં હતી ત્યારે સૌરવ ગાંગુલીએ કૅપ્ટન્સી સંભાળી હતી.

  વર્ષ 2000માં મેચ ફિક્સિંગ પ્રકરણ બાદ જ્યારે ભારતીય ટીમ સંકટમાં હતી ત્યારે સૌરવ ગાંગુલીએ કૅપ્ટન્સી સંભાળી હતી.

  16/25
 • જ્યારે ગાંગુલી કૅપ્ટન બન્યા ત્યારે ભારતની ટેસ્ટ રેન્કિંગ 8 હતી અને તેઓ કૅપ્ટન તરીકે રિટાયર થયા ત્યારે ભારત ટેસ્ટ રેન્કિંગમાં બીજા નંબરે હતું.

  જ્યારે ગાંગુલી કૅપ્ટન બન્યા ત્યારે ભારતની ટેસ્ટ રેન્કિંગ 8 હતી અને તેઓ કૅપ્ટન તરીકે રિટાયર થયા ત્યારે ભારત ટેસ્ટ રેન્કિંગમાં બીજા નંબરે હતું.

  17/25
 • 2002માં ભારતે શ્રીલંકામાં આયોજીત ચેમ્પિયન્સ ટ્રોફીનું સંયુક્ત ટાઈટલ જીત્યુ હતું. જે ગાંગુલીનિ કૅપ્ટન્સીમાં પ્રથમ આઈસીસી ટાઈટલ હતું. 

  2002માં ભારતે શ્રીલંકામાં આયોજીત ચેમ્પિયન્સ ટ્રોફીનું સંયુક્ત ટાઈટલ જીત્યુ હતું. જે ગાંગુલીનિ કૅપ્ટન્સીમાં પ્રથમ આઈસીસી ટાઈટલ હતું. 

  18/25
 • 2002ની નેટવેસ્ટ ફાઈનલ અને સૌરવ ગાંગુલીના એ અવતારને કોઈ નહીં ભુલી શકે. ભારતીય ટીમે 146 રનમાં પાંચ વિકેટ ગુમાવ્યા બાદ ઈંગલેન્ડના 325ના સ્કોરને માત આપી હતી. ત્યારબાદ ગાંગુલીએ લોર્ડસની બાલકનીમાં ટીશર્ટ ઉતારીને લહેરાવા લાગ્યા હતા.

  2002ની નેટવેસ્ટ ફાઈનલ અને સૌરવ ગાંગુલીના એ અવતારને કોઈ નહીં ભુલી શકે. ભારતીય ટીમે 146 રનમાં પાંચ વિકેટ ગુમાવ્યા બાદ ઈંગલેન્ડના 325ના સ્કોરને માત આપી હતી. ત્યારબાદ ગાંગુલીએ લોર્ડસની બાલકનીમાં ટીશર્ટ ઉતારીને લહેરાવા લાગ્યા હતા.

  19/25
 • ગાંગુલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં કમબૅક કર્યું પછી 2007માં પાકિસ્તાન વિરુદ્ધ 239 રન બનાવ્યા હતા. બેંગલુરૂમાં યોજાયેલી આ મેચની પારી તેમના આંતરરાષ્ટ્રીય કરિયરની એકમાત્ર ડબલ સેન્ચયુરી છે.

  ગાંગુલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં કમબૅક કર્યું પછી 2007માં પાકિસ્તાન વિરુદ્ધ 239 રન બનાવ્યા હતા. બેંગલુરૂમાં યોજાયેલી આ મેચની પારી તેમના આંતરરાષ્ટ્રીય કરિયરની એકમાત્ર ડબલ સેન્ચયુરી છે.

  20/25
 • સૌરવ ગાંગુલી 2008માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ નાગપુરમાં છેલ્લી ટેસ્ટ રમ્યા હતા. 

  સૌરવ ગાંગુલી 2008માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ નાગપુરમાં છેલ્લી ટેસ્ટ રમ્યા હતા. 

  21/25
 • દાદની લવસ્ટોરી પણ કોઈ ફિલ્મની સ્ટોરીથી ઓછી નથી. તેમની પત્ની ડોના સુપ્રસિદ્ધ ઓડિશી નૃત્યાગંના છે. ગાંગુલી અને ડોના પાડોશી હતા. બન્નેએ પરિવારજનોને કીધા વગર લગ્ન કર્યા હતા. જોકે, બાદમાં પરિવારે તેમના સંબંધને સ્વીકારી લીધો હતો.

  દાદની લવસ્ટોરી પણ કોઈ ફિલ્મની સ્ટોરીથી ઓછી નથી. તેમની પત્ની ડોના સુપ્રસિદ્ધ ઓડિશી નૃત્યાગંના છે. ગાંગુલી અને ડોના પાડોશી હતા. બન્નેએ પરિવારજનોને કીધા વગર લગ્ન કર્યા હતા. જોકે, બાદમાં પરિવારે તેમના સંબંધને સ્વીકારી લીધો હતો.

  22/25
 • સૌરવ ગાંગુલીને એક દીકરી છે. જેનું નામ સના ગાંગુલી છે. 

  સૌરવ ગાંગુલીને એક દીકરી છે. જેનું નામ સના ગાંગુલી છે. 

  23/25
 • કોલકાતાના પાર્ક સ્ટ્રીટમાં સૌરવ ગાંગુલીની રેસ્ટોરન્ટ છે. તેનું નામ 'મહારાજા સૌરવ્સ - ધ ફૂડ પેવેલિયન' છે. તેનું ઉદ્ઘાટન 2004માં સચિન તેંડુલકરે કર્યું હતું. ગાંગુલીના કહેવા મુજબ, તેણે સચિનના કહેવા પર આ રેસ્ટોરન્ટ શરૂ કરી હતી.

  કોલકાતાના પાર્ક સ્ટ્રીટમાં સૌરવ ગાંગુલીની રેસ્ટોરન્ટ છે. તેનું નામ 'મહારાજા સૌરવ્સ - ધ ફૂડ પેવેલિયન' છે. તેનું ઉદ્ઘાટન 2004માં સચિન તેંડુલકરે કર્યું હતું. ગાંગુલીના કહેવા મુજબ, તેણે સચિનના કહેવા પર આ રેસ્ટોરન્ટ શરૂ કરી હતી.

  24/25
 • સૌરવ ગાંગુલી અત્યારે બોર્ડ ઓફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI)ના અધ્યક્ષ છે. આ પહેલા તેઓ બંગાળ ક્રિકેટ સંઘના અધ્યક્ષ હતા.

  સૌરવ ગાંગુલી અત્યારે બોર્ડ ઓફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI)ના અધ્યક્ષ છે. આ પહેલા તેઓ બંગાળ ક્રિકેટ સંઘના અધ્યક્ષ હતા.

  25/25
 • loading...

ફોટોઝ વિશે

ભારતીય ટીમના પૂર્વ ઓપનર, કૅપ્ટન અને હાલમાં બોર્ડ ઓફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીનો આજે 48મો જન્મદિવસ છે. આવો તેમના જન્મ દિવસે જોઈએ આ ખાસ તસવીરો અને જાણીએ તેમના જીવનની કેટલીક જાણી-અજાણી અને રસપ્રદ વાતો.

First Published: 8th July, 2020 13:13 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK