આઇસીસી બૅન છતાં બંગલા દેશમાં રમશે ઝિમ્બાબ્વે
ફાઈલ તસવીર
બંગલા દેશ ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ મીડિયાને કહ્યું કે આઇસીસી દ્વારા સસ્પેન્ડ થયું હોવા છતાં આવતા મહિને રમાનારી ટ્રાયેન્ગ્યુલર ટી૨૦ ટુર્નામેન્ટ માટે બંગલા દેશ ઝિમ્બાબ્વેને હોસ્ટ કરશે. આઇસીસીએ ગયા મહિને સરકારી દખલગીરીને કારણે ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કર્યું હતું જેને કારણે તેઓ કોઈ પણ આઇસીસી ટુર્નામેન્ટમાં રમી શકશે નહીં.
બંગલા દેશ ક્રિકેટ બોર્ડના અધિકારી જલાલ યુનિસે કહ્યું કે ‘અમને સંબંધિત અધિકારીઓ પાસેથી માહિતી મળી છે કે તેઓ દ્વિપક્ષીય સિરીઝમાં રમી શકે છે એથી અમે તેમને ટ્રાયેન્ગ્યુલર ટુર્નામેન્ટમાં રમવા બોલાવ્યા છે.’ ૧૩થી ૨૪ સપ્ટેમ્બર દરમ્યાન રમાનારી ટ્રાયેન્ગ્યુલર ટુર્નામેન્ટમાં ત્રીજી ટીમ અફઘાનિસ્તાન છે.