Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ધાકડ મમ્મી કા ધાકડ બેટા

26 December, 2019 03:14 PM IST | Mumbai Desk

ધાકડ મમ્મી કા ધાકડ બેટા

ધાકડ મમ્મી કા ધાકડ બેટા


રેસ્લર ગીતા ફોગાટે દીકરાને જન્મ આપતાં હીના ખાને તેને ધાકડ મમ્મી કા ધાકડ બેટા જણાવ્યો હતો. ગીતાએ રેસ્લર પવન કુમાર સાથે ૨૦૧૬માં લગ્ન કર્યાં હતાં. ૨૪ ડિસેમ્બરે તે‌‌ણે દીકરાને જન્મ આપ્યો છે. પોતાના દીકરા અને હસબન્ડ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ગીતા ફોગાટે કૅપ્શન આપી હતી કે ‘હૅલો બૉય. વૅલકમ ટુ ધ વર્લ્ડ. તારા આવવાથી અમને ખૂબ ખુશી મળી છે. પ્લીઝ તેને તમારો ભરપૂર પ્રેમ અને આશીર્વાદ આપો. તેણે અમારી લાઇફને પરફૅક્ટ બનાવી છે. પોતાના બાળકનો જન્મ થાય એ ખુશીને શબ્દોમાં ન વર્ણવી શકાય.’
ગીતાએ આ ન્યુઝ આપવાની સાથે જ ‘ખતરો કે ખિલાડી’ સીઝન ૮માં તેની કો-કૉન્ટેસ્ટન્ટ રહેલી હીના ખાને લખ્યું હતું કે ‘કૉન્ગ્રેચ્યુલેશન્સ માય ફ્રેન્ડ ગીતા. હું ખૂબ ખુશ છું એને શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતી. નાના બાળકને ભગવાનના આશીર્વાદ મળે. તારી તબિયતનું ધ્યાન રાખજે. તને અને પવનને કૉન્ગ્રેચ્યુલેશન્સ. ધાકડ મમ્મી કા ધાકડ બેટા.’


Whatsapp-channel Whatsapp-channel

26 December, 2019 03:14 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK