World Cup 2019:ફરી એકવાર બાંગ્લાદેશનો નાગિન ડાન્સ, વાઈરલ થયો વીડિયો

ઈંગ્લેન્ડ | Jun 03, 2019, 13:15 IST

જો કે એક ફેનની ઉજવણી આખી દુનિયાાં હિટ થઈ છે. બાંગ્લાદેશની જીત બાદ ક્રિકેટ ટીમના એ ફેને એવો ડાન્સ કર્યો કે તેનો વીડિયો ટ્વિટર પર વારંવાર રિશૅર થઈ રહ્યો છે, એટલું જ નહીં મોટી સંખ્યામાં લોકો આ વીડિયો પર કમેન્ટ પણ કરી રહ્યા છે.

World Cup 2019:ફરી એકવાર બાંગ્લાદેશનો નાગિન ડાન્સ, વાઈરલ થયો વીડિયો
બાંગ્લાદેશના ફૅને કર્યો નાગિન ડાન્સ

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં બાંગ્લાદેશે જબરજસ્ત શરૂઆત કરી છે. રવિવારે કેનિંગ્ટન ઓવલમાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશ દક્ષિણ આફ્રિકાને હરાવીને ક્રિકેટ વિશ્વને ચોંકાવી દીધું છે. રવિવારની મેચમાં બાંગ્લાદેશે દક્ષિણ આફ્રિકાને 21 રનથી હરાવ્યું છે. બાંગ્લાદેશની આ જીતથી ક્રિકેટ ફેન્સ અને દર્શકો ખુશુખુશાલ છે. લોકો જાતભાતની રીતે આ જીતની ઉજવણી કરી રહ્યા છે. જો કે એક ફેનની ઉજવણી આખી દુનિયાાં હિટ થઈ છે. બાંગ્લાદેશની જીત બાદ ક્રિકેટ ટીમના એ ફેને એવો ડાન્સ કર્યો કે તેનો વીડિયો ટ્વિટર પર વારંવાર રિશૅર થઈ રહ્યો છે, એટલું જ નહીં મોટી સંખ્યામાં લોકો આ વીડિયો પર કમેન્ટ પણ કરી રહ્યા છે.

આ વીડિયોને ક્રિકેટ વર્લ્ડ કપના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી શૅર કરવામાં આવ્યો છે, જેને સતત લોકો રિશૅર કરી રહ્યા છે. જો કે કેટલાક યુઝર્સ એવું પણ માની રહ્યા છે કે હજી શરૂઆત છે, બાંગ્લાદેશના ફેન્સે આટલા ખુશ ન થવું જોઈએ. બીજી તરફ મોટી સંખ્યામાં નેટીઝન્સ આ ડાન્સના વખાણ કરી રહ્યા છે. આ વીડિયોમાં એક ફૅન માતા પર હાથ રાખીને નાગીન ડાન્સ કરતો દેખાઈ રહ્યો છે.

સાથે જ આ વીડિયો સાથે નેટીઝન્સ એ સમય પણ યાદ કરી રહ્યા છે, જ્યારે બાંગ્લાદેશની આખી ટીમે મેદાન પર નાગીન ડાન્સ કર્યો હતો. ફેન્સ આ ઘટનાના મીમ્સ પણ શૅર કરી રહ્યા છે. વર્લ્ડ કપના હેન્ડલ પરથી આ વીડિયો પોસ્ટ થયાની મિનિટોમાં જ તે હજારો લોકો લાઈક રકી રહ્યા છે, અને કેટલાક યુઝર્સ તેને રિટ્વિટ કરી કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ World Cup 2019:પહેલી મેચમાં કોહલીના રમવા પર સસ્પેન્સ, આ છે કારણ

ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર બાંગ્લાદેશની ટીમે 2 વખત વખત વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાને હરાવી દીધું છે. બાંગ્લાદેશ વર્લ્ડ કપની મેચમાં સાઉથ આફ્રિકાને 2 વાર હરાવનારી પહેલી એશિયન ટીમ બની છે. સાથે જ બાંગ્લાદેશ તરફથી દક્ષિણ આફ્રિકા સામે કરાયેલા રન પણ બાંગ્લાદેશનો બેસ્ટ સ્કોર છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK