World Cup 2019 : આજે સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે મુકાબલો

મુંબઈ | Jun 10, 2019, 11:17 IST

વર્લ્ડ કપમાં અત્યાર સુધી પોતાની જીતનું ખાતું ખોલવામાં નિષ્ફળ રહેલી સાઉથ આફ્રિકા એડી ચોટીનું જોર લગાવશે વેસ્ટ ઇન્ડીઝ સામે

World Cup 2019 : આજે સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે મુકાબલો
ટાઇમ ટુ પ્રૅક્ટિસ : સેમી ફાઇનલ સુધી પહોંચવા માટે આજની મૅચ સાઉથ આફ્રિકાની ટીમ માટે ઘણી મહત્વની પુરવાર થનાર છે. મૅચ જીતવામાં કોઈ કસર બાકી ન રહે એ માટે સધમ્પ્ટનમાં પ્રૅક્ટિસ કરતા હાશિમ આમલા

વર્લ્ડ કપમાં આજે રમાનારી એકમાત્ર સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની મૅચ બન્ને ટીમો માટે જીતવી જરૂરી છે. ખાસ કરીને સાઉથ આફ્રિકા માટે. અત્યાર સુધી વર્લ્ડ કપ ૨૦૧૯ના સંસ્કરણમાં સાઉથ આફ્રિકાની ટીમ ત્રણ મૅચ રમી ચૂકી છે અને એ ત્રણેય મૅચમાં એણે પરાજયનો સામનો કરવો પડ્યો છે જ્યારે વેસ્ટ ઇન્ડીઝની ટીમ બે મૅચ રમી ચૂકી છે જેમાં માત્ર એક મૅચમાં એ વિજેતા રહી છે.

આમ તો સાઉથ આફ્રિકાની ટીમ અત્યાર સુધી એક પણ વર્લ્ડ કપ જીતી નથી, પણ આ ટીમ સેમી ફાઇનલ સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે. વળી સામા પક્ષે વેસ્ટ ઇન્ડીઝની ટીમ અત્યાર સુધી બે વખત વર્લ્ડ કપ ચૅમ્પિયન રહી ચૂકી છે. સાઉથ આફ્રિકા અત્યાર સુધી ઇંગ્લૅન્ડ, બાંગલા દેશ અને ઇન્ડિયા સામે હારી ચૂકી છે જ્યારે વેસ્ટ ઇન્ડીઝની ટીમ પાકિસ્તાન સામેની મૅચ જીતી ચૂકી છે અને બાંગલા દેશ સામેની મૅચ હારી ચૂકી છે.

નોંધનીય છે કે આજની મૅચમાં સાઉથ આફ્રિકાની ટીમ વર્લ્ડ કપમાં પોતાની લાજ બચાવવા અને વિનિંગ મૅચનું ખાતું ઓપન કરવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઊતરશે. અત્યાર સુધી આ બન્ને ટીમો વિવિધ ટુર્નામેન્ટમાં કુલ ૬૧ વાર સામસામે ટકરાઈ છે અને મોટા ભાગે જીતનું પલડું સાઉથ આફ્રિકા તરફ રહ્યું છે. આજની મૅચમાં પણ શું જીતનું પલડું સાઉથ આફ્રિકા તરફ નમશે કે કેમ એ જોવા જેવું રહેશે.

આ પણ વાંચો : World Cup 2019: ભારતે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાને 36 રનથી હરાવ્યું

મેદાન બહારની સમસ્યાને હાલમાં ભૂલી જાઓ : રબાડા

સધમ્પ્ટન, એએફપી : સાઉથ આફ્રિકાની ટીમ આજે સધમ્પ્ટનમાં પોતાની જીતના શ્રીગણેશ કરવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઊતરશે. એવામાં સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર કગિસો રબાડાએ કહ્યું છે કે ‘ટીમે હાલમાં પોતાની મેદાન બહારની સમસ્યાને ભૂલી વર્લ્ડ કપમાં ટકી રહેવાના મુદ્દે ધ્યાન દેવું જોઈએ, કારણ કે ટીમ અત્યાર સુધી ત્રણ મૅચ રમી ચૂકી છે અને ત્રણેય મૅચ હારી ચૂકી છે જેના લીધે સેમી ફાઇનલ સુધી પહોંચવાનું પણ તેમના માટે પડકારરૂપ થઈ રહ્યું છે.’

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK