Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વર્લ્ડ ક્રિકેટ માટે અત્યારે ભારત-પાકિસ્તાનની મૅચ ખૂબ જરૂરી છે : શોએબ

વર્લ્ડ ક્રિકેટ માટે અત્યારે ભારત-પાકિસ્તાનની મૅચ ખૂબ જરૂરી છે : શોએબ

23 June, 2020 02:35 PM IST | Lahore
Agencies

વર્લ્ડ ક્રિકેટ માટે અત્યારે ભારત-પાકિસ્તાનની મૅચ ખૂબ જરૂરી છે : શોએબ

શોએબ મલિક

શોએબ મલિક


પાકિસ્તાનના પ્લેયર શોએબ મલિકનું કહેવું છે કે ઇન્ડિયા-પાકિસ્તાન વચ્ચેની સિરીઝની હાલમાં વર્લ્ડ ક્રિકેટને ખૂબ જરૂર છે. ઑસ્ટ્રેલિયા-ઇંગ્લૅન્ડની ઍશિઝ સિરીઝની જેમ ભારત-પાકિસ્તાન વચ્ચે પણ સિરીઝ થાય એવું હું ઇચ્છું છું. ૨૦૦૭થી લઈને આ બે દેશ વચ્ચે ક્યારેય સિરીઝ રમાઈ નથી. તેઓ આઇસીસીની ઇવેન્ટ અને એશિયા કપમાં સામસામે રમે છે. આ પહેલાં શોએબ અખ્તરે પણ આ બે દેશ વચ્ચે ત્રણ મૅચની વન-ડે સિરીઝ રમાડવામાં આવે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી. આ વિશે શોએબ અખ્તરે કહ્યું હતું કે ‘મને લાગે છે કે દુનિયાને આ બે દેશ વચ્ચેની હરીફાઈ જોવાની જરૂર છે. દુનિયાને ઍશિઝની જેટલી જરૂર છે એટલી જ આ બે દેશ વચ્ચેની સિરીઝની પણ જરૂર છે. મારા ઘણા પાકિસ્તાની ફ્રેન્ડ્સ છે જેઓ ઇન્ડિયન ક્રિકેટર્સની ખૂબ જ રિસ્પેક્ટથી વાત કરે છે તેમ જ અમે જ્યારે ઇન્ડિયામાં રમતા ત્યારે મને અને મારા પાકિસ્તાની ટીમ-મેટ્સને એટલો જ પ્રેમ અને સપોર્ટ મળતો હતો એથી મને લાગે છે કે બે દેશ વચ્ચેની હરીફાઈને જેમ બને એમ જલદી લાવવી જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

23 June, 2020 02:35 PM IST | Lahore | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK