Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વકારને ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે જોરદાર ટક્કરની આશા

વકારને ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે જોરદાર ટક્કરની આશા

26 November, 2020 04:25 PM IST | Karachi
PTI

વકારને ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે જોરદાર ટક્કરની આશા

વકાર યુનુસ

વકાર યુનુસ


પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વકાર યુનુસના મતે ભારતીય ટીમમાં સારા ફાસ્ટ બોલરો અને ટેસ્ટ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓ તેમ જ ઑસ્ટ્રેલિયાની ટીમમાં ડેવિડ વૉર્નર અને સ્ટીવન સ્મિથની વાપસીને કારણે બન્ને ટીમો વચ્ચે આગામી ક્રિકેટ સિરીઝ ઘણી રોમાંચક રહેશે.
વકારે એક યુટ્યુબ ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘ઑસ્ટ્રેલિયા હજી પણ ૨૦૧૮ની ટેસ્ટ સિરીઝમાં થયેલા પરાજયને ભૂલ્યું નથી. તે ઘરઆંગણે રમી રહ્યું છે. તેણે સારા ફાસ્ટ બોલરોને તૈયાર કર્યા છે. વળી વૉર્નર અને સ્મિથે વાપસી પણ કરી છે. બીજી તરફ ભારત પાસે કેટલાક સારા બોલરો છે, જેમણે ઑસ્ટ્રેલિયા સામેની છેલ્લી સિરીઝમાં સારી બોલિંગ કરી હતી.’

 


Whatsapp-channel Whatsapp-channel

26 November, 2020 04:25 PM IST | Karachi | PTI

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK