Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPL Auction: 186 ભારતીય અને 146 વિદેશી પ્લેયર્સનું ભાવિ થશે નક્કી

IPL Auction: 186 ભારતીય અને 146 વિદેશી પ્લેયર્સનું ભાવિ થશે નક્કી

19 December, 2019 01:11 PM IST | Kolkata

IPL Auction: 186 ભારતીય અને 146 વિદેશી પ્લેયર્સનું ભાવિ થશે નક્કી

આઇપીએલ

આઇપીએલ


(આઇ.એ.એન.એસ.) ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની આગામી સીઝન માટે આજે કલકત્તામાં પ્લેયરની હરાજી થવાની છે. હરાજી પહેલાં આઠેય ફ્રૅન્ચાઇઝોએ પોતપોતાના દ્વારા રિટેન, રિલીઝ અને ટ્રેડ કરેલા ખેલાડીઓની જાહેરાત કરી દીધી છે. બધી ટીમોએ કુલ 127 ખેલાડીઓને રિટેન કર્યા છે જેમાં ૩૫ વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે.

આ આઇપીએલ માટે આજે 332 શૉર્ટલિસ્ટ થયેલા પ્લેયરોની હરાજી થવાની છે જેમાં 186 ભારતીય પ્લેયરો છે અને બાકીના 146 વિદેશી પ્લેયરો છે. સૌથી મોંઘા પ્લેયરોની યાદીમાં ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલ અને સાઉથ આફ્રિકન ફાસ્ટ બોલર ડેલ સ્ટેન બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસ ધરાવે છે. જોકે આ હરાજી દર વખતની જેમ ગ્રૅન્ડ ઑક્શન નહીં હોય, કેમ કે આઠ ફ્રૅન્ચાઇઝીઓ વચ્ચે માત્ર ૭૩ જ સ્લોટ ભરાવાના બાકી છે અને એમાંથી પણ ૨૯ વિદેશી ખરીદદાર છે.

ફ્રૅન્ચાઇઝી પ્રમાણે વાત કરીએ તો કોલકાતા નાઇટ રાઇડર્સે લાંબા સમયથી સેવા આપતા બૅટ્સમૅન રોબિન ઉથપ્પાને બહારનો રસ્તો બતાવ્યો છે. ઉથપ્પા ઉપરાંત તેમણે ક્રિસ લિન અને પીયૂષ ચાવલાને પણ પોતાના સ્ક્વૉડમાંથી રિલીઝ કર્યો છે. બીજી બાજુ, રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગ્લોરે ડેલ સ્ટેન સહિત ૧૨ જેટલા ખેલાડીઓને મુક્ત કર્યા છે જેના પગલે ટીમમાં ફક્ત બે વિદેશી ખેલાડીઓ - એબી ડી વિલિયર્સ અને મોઇન અલી છે. મુંબઈ ઇન્ડિયન્સે ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહને રિલીઝ કર્યો છે. આ ઉપરાંત મુંબઈએ એવિન લુઇસ, એડમ મિલને, જેસન બેહરેનડોર્ફ, બી. હેન્ડ્રિક્સ, બેન કટિંગ સહિતના ખેલાડીઓને રિલીઝ કર્યા હતા.

આ પણ જુઓ : મુંબઈ ઈન્ડિયન્સની પલટનનું ધમાકેદાર સેલિબ્રેશન, જુઓ ફોટોઝ

જાણો કઇ ટીમે ક્યા ખેલાડી રિલીઝ કર્યા
ચેન્નઈ સુપર કિંગ્સે સેમ બિલિંગ્સ, મોહિત શર્મા અને ડેવિડ વિલીને રિલીઝ કર્યા, જ્યારે દિલ્હીએ કોલીન ઇનગ્રામ, ક્રિસ મોરિસ, હનુમા વિહારી, જલજ સક્સેનાને તથા રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગ્લોરે માર્કસ સ્ટોઇનિસ, નાથન કુલ્ટર નાઇલ, કોલિન ડી ગ્રાન્ડહોમ તથા ટિમ સાઉધીને રિલીઝ કર્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદે શાકિબ અલ હસન, યુસુફ પઠાણ અને માર્ટિન ગપ્ટિલને રિલીઝ કર્યા છે.

કોની પાસે છે કેટલા પૈસા?
આઇપીએલના પ્લેયરોની આજે થનારી હરાજીમાં આઠેય ફ્રૅન્ચાઇઝીઓ બેસ્ટ પ્લેયરોને પોતાની ટીમમાં ખરીદવાનો પ્રયાસ કરશે. જોકે દરેક ફ્રૅન્ચાઇઝીના પોતાના કેટલાક પ્લસ પૉઇન્ટ્સ છે તો કેટલાક માઇન્સ પૉઇન્ટ્સ છે. નીચેના આ ટેબલ પરથી જોઈએ કે કઈ ટીમ કેટલાં પાણીમાં છે.


Whatsapp-channel Whatsapp-channel

19 December, 2019 01:11 PM IST | Kolkata

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK