ધોનીને હમણાં હટાવવાની કોઈ જ જરૂર નથી : સની

Published: 13th December, 2012 05:39 IST

સુનીલ ગાવસકરે પોતાના ભૂતપૂર્વ સાથીખેલાડી મોહિન્દર અમરનાથના બોર્ડ વિશેના તીક્ષ્ણ વિધાનો વિશેના પ્રત્યાઘાતમાં એનડીટીવી ચૅનલને ગઈ કાલે કહ્યું હતું કે ‘ટેસ્ટના સુકાની તરીકે ધોનીનો કોઈ વિકલ્પ નથી એટલે હમણા તેને ન હટાવવો જોઈએ.


તે મહિનાઓથી સતત રમી રહ્યો હોવા છતાં તેનામાં ઉત્સાહ અને અખૂટ શક્તિ જોવા મળ્યાં છે. નાગપુરની ત્રીજી ટેસ્ટમૅચ પછી તેના ભાવિ વિશે વિચારીશું તો કંઈ ખોટું નથી, પરંતુ હમણા કોઈ નિર્ણય ન જ લેવાય.’

જિમ્મી વિશે શું કહ્યું?

જિમ્મીએ પરિણામોની પરવા કર્યા વગર પોતાને જે લાગે છે એ બોલીને બહુ સારી હિંમત બતાવી છે.

જિમ્મીના નિવેદનો પરથી બોધ લેવાની જરૂર છે.

ધોનીને ટેસ્ટના સુકાનીપદેથી હટાવવાના સિલેક્ટરોના નિર્ણયને બોર્ડપ્રમુખે મંજૂરી નહોતી આપી એવું જિમ્મી કહે છે. આ બાબતમાં મારો એવો મત છે કે બોર્ડ પાસેથી મંજૂરી લેવાની બહુ જૂની પરંપરા ચાલી આવે છે. ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ આ પરંપરા છે.

આપણા દેશના શાસનની જ વાત કરીએ. રાષ્ટ્રપતિ ભલામણને વધુ ચર્ચા માટે પાછી સંસદમાં મોકલતું હોય છે. એ જ રીતે ક્રિકેટ બોર્ડમાં પણ વિવિધ સ્તરો હોય છે. ટેક્નિકલ કમિટીની ભલામણો વર્કિંગ કમિટીને મોકલવામાં આવે છે અને ત્યાંથી એ ભલામણો બોર્ડ મીટિંગમાં જાય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK