Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ધોનીએ લૉકડાઉનમાં કર્યું આવું કામ, પત્ની સાક્ષી થઈ ગઈ ગુસ્સે

ધોનીએ લૉકડાઉનમાં કર્યું આવું કામ, પત્ની સાક્ષી થઈ ગઈ ગુસ્સે

07 May, 2020 07:24 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ધોનીએ લૉકડાઉનમાં કર્યું આવું કામ, પત્ની સાક્ષી થઈ ગઈ ગુસ્સે

ધોની

ધોની


આખા વિશ્વમાં કોરોના વાઈરસનો આતંક ફેલાયો છે, ત્યારે આજે બધા પોતાના ઘરમા કેદ છે. સેલિબ્રિટીથી લઈને સામાન્ય માણસો જુદી-જુદી પ્રવૃતિ કરીને પોતાનો સમય પસાર કરતા હોય છે. પણ આ રૅસમાં આપણા ભારતીય ક્રિકેટર પાછળ નહીં રહેવા જોઈએ. લૉકડાઉનના કારણે આઈપીએલ પણ સ્થગિત થઈ ગઈ છે. તેમ જ આવી સ્થિતિમાં તેઓ એકબીજા સાથે સોશિયલ મીડિયા પર ઘણા સક્રિય દેખાઈ રહ્યા છે. વીડિયો કૉલ દ્વારા વાતચીત કરતા જોવા મળ્યા છે.

વાત કરીએ ટીમ ઈન્ડિયાના ક્રિકેટર અને ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની વિશે, તેઓ હાલ રાંચી સ્થિત પોતાના ઘરે પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. પોતાના અનોખા અંદાજથી પત્ની સાક્ષી અને દીકરી ઝીવા સાથે ક્વાલિટી સમય પસાર કરી રહ્યા છે. ધોની પોતે સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ નથી કરતા પરંતુ પત્ની સાક્ષી ફૅન્સને નિયમિત ધોનીના દર્શન કરાવતી હોય છે અને તે પણ સતત એક્ટિવ રહેતી હોય છે. હાલમાં સાક્ષીએ ધોનીનો એક સુંદર વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કર્યો છે, જે ઘણો વાઈરલ થઈ રહ્યો છે.



 
 
 
View this post on Instagram

#WhistlePodu ?? VC: @sakshisingh_r @mahi7781

A post shared by Chennai Super Kings (@chennaiipl) onMay 5, 2020 at 6:04am PDT


ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં તે પોતાની દીકરી ઝીવ સાથે ગાર્ડનમાં ફ્રેશ મૂડમાં બેઠા છે. બાદ દીકરી ઝીવા ધોનીને એમના ડૉગીને કેચિંગ પ્રેક્ટિસ કરાવવા કહે છે, બાદ ધોની એવું કરે પણ છે. ધોની ઘણી વાર હવામાં બોલ ફેંકે છે અને ડૉગી કૂદીને બોલ પકડવાની કોશિશ પણ કરે છે ત્યારે ઘણીવાર તે બોલ પકડી લે છે, તો ક્યારે એના હાથથી બોલ છૂટી જાય છે. આ વીડિયો પત્ની સાક્ષી શૂટ કરી રહી છે. આ વચ્ચે સાક્ષી પતિ ધોની પર ગુસ્સે થઈ જાય છે અને કહે છે તમે બહુ ઉપર બોલ ફેંકી રહ્યા છો, એના લીધે ડૉગી બોલ પકડી નથી શકતો.


જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર ધોની હંમેશા ડૉગી સાથે નજર આવતા હોય છે. એમની પાસે ઘણા બધા સુંદર ડૉગી છે અને તેઓ હંમેશા ડૉગીને ટ્રેનિંગ આપતા દેખાયા છે.

Whatsapp-channel Whatsapp-channel

07 May, 2020 07:24 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK