2019 માં ઘણું શીખવા મળ્યું, હવે 2020 પર મારી નજર છે : બુમરાહ

Published: Jan 01, 2020, 15:56 IST | Mumbai

ઈજાને કારણે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાંથી બહાર રહેલો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની નજર આ વર્ષ પર છે. તે હવે પાંચમી જાન્યુઆરીથી શ્રીલંકા સામે શરૂ થનારી ટી૨૦ મૅચની સિરીઝ દ્વારા કમબૅક કરી રહ્યો છે. ૨૦૧૯ તેને માટે કંઈક સફળતાઓથી ભરેલું અને ઘણું શીખવાલાયક રહ્યું.

જસપ્રિત બુમરાહ
જસપ્રિત બુમરાહ

(આઇ.એ.એન.એસ.) ઈજાને કારણે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાંથી બહાર રહેલો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની નજર આ વર્ષ પર છે. તે હવે પાંચમી જાન્યુઆરીથી શ્રીલંકા સામે શરૂ થનારી ટી૨૦ મૅચની સિરીઝ દ્વારા કમબૅક કરી રહ્યો છે. ૨૦૧૯ તેને માટે કંઈક સફળતાઓથી ભરેલું અને ઘણું શીખવાલાયક રહ્યું છે. ૨૦૧૯ના છેલ્લા દિવસે ઉક્ત મુદ્દે પોતાના વિચાર રજૂ કરતાં બુમરાહે કહ્યું કે ‘૨૦૧૯નું વર્ષ સફળતા, લર્નિંગ, હાર્ડવર્ક અને સારી યાદોથી ભરેલું રહ્યું.

આ પણ જુઓ : Jasprit Bumrahની 'જેન્ટલમેન' સ્ટાઈલને આપનાવો આવી રીતે...

વર્ષના છેલ્લા દિવસે આવનારા નવા વર્ષ પર મારી નજર છે. આ વર્ષ મારા માટે શું નવું લઈને આવે છે એ જોવા હું આતુર છું.’ બુમરાહ પોતાના ક્રિકેટ કરીઅરમાં અત્યાર સુધી ૧૨ ટેસ્ટ, ૫૮ વન-ડે અને ૪૨ ટી૨૦ મૅચ રમી ચૂક્યો છે જેમાં તેણે અનુક્રમે ૬૨, ૧૦૩ અને ૫૧ વિકેટ લીધી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK