Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પાકિસ્તાનના પ્લેયરોની કિટ પર લાગશે શાહિદ આફ્રિદી ફાઉન્ડેશનનો લોગો

પાકિસ્તાનના પ્લેયરોની કિટ પર લાગશે શાહિદ આફ્રિદી ફાઉન્ડેશનનો લોગો

11 July, 2020 12:11 AM IST | Mumbai Desk
Agencies

પાકિસ્તાનના પ્લેયરોની કિટ પર લાગશે શાહિદ આફ્રિદી ફાઉન્ડેશનનો લોગો

પાકિસ્તાનના પ્લેયરોની કિટ પર લાગશે શાહિદ આફ્રિદી ફાઉન્ડેશનનો લોગો


પાકિસ્તાન ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લૅન્ડમાં ત્રણ ટેસ્ટ મૅચ અને ત્રણ ટી૨૦ મૅચ રમવા માટે પ્રૅક્ટિસ કરી રહી છે. આ પ્લેયરોની પ્લેઇંગ કિટ પર હવે શાહિદ આફ્રિદી ફાઉન્ડેશનનો લોગો જોવા મળશે. તાજેતરમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથેની એક બેવરેજ કંપનીનો સ્પૉન્સરશિપ કૉન્ટ્રૅક્ટ પૂરો થઈ ગયો હોવાથી તેઓ અવઢવમાં હતા. તેમને કોઈ સ્પૉન્સર નથી મળી રહ્યો. કોરોના વાઇરસને કારણે કોઈ કંપનીએ રસ નથી દેખાડ્યો અને જેમણે દેખાડ્યો છે તેમણે પહેલાંના કૉન્ટ્રૅક્ટના ફક્ત ૩૦ ટકા વૅલ્યુની ઑફર આપી છે. જોકે હવે આફ્રિદી આગળ આવ્યો છે. આ વિશે આફ્રિદીએ કહ્યું કે અમને જણાવતાં ખુશી થાય છે કે ‘પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ચૅરિટી પાર્ટનર બનવાની સાથે હવે પાકિસ્તાન પ્લેયરોની પ્લેઇંગ કિટ પર શાહિદ આફ્રિદી ફાઉન્ડેશનનો લોગો જોવા મળશે. આ કાર્ય માટે હું વસીમ ખાન અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો આભાર માનું છું અને પાકિસ્તાન ક્રિકેટ ટીમના પ્લેયરોને તેમની ટૂર માટે શુભેચ્છા આપું છું.’


Whatsapp-channel Whatsapp-channel

11 July, 2020 12:11 AM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK