Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મેદાનમાં કમબૅક કરવા ઇન્ડિયન વિમેન્સ ટીમે હજી થોડી વધારે રાહ જોવી પડશે

મેદાનમાં કમબૅક કરવા ઇન્ડિયન વિમેન્સ ટીમે હજી થોડી વધારે રાહ જોવી પડશે

01 January, 2021 12:24 PM IST | Sydney
Agency

મેદાનમાં કમબૅક કરવા ઇન્ડિયન વિમેન્સ ટીમે હજી થોડી વધારે રાહ જોવી પડશે

ઇન્ડિયન વિમેન્સ ટીમ

ઇન્ડિયન વિમેન્સ ટીમ


ઇન્ડિયન વિમેન્સ ટીમ જાન્યુઆરી મહિનામાં ઑસ્ટ્રેલિયા સામે દ્વિપક્ષીય સિરીઝ રમવા મેદાનમાં ઊતરવાની હતી, પણ ગઈ કાલે ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ જણાવ્યા પ્રમાણે કોરોના મહામારીને લીધે બન્ને ટીમ વચ્ચે થનારી દ્વિપક્ષીય સિરીઝ આગામી સત્ર સુધી મોકૂફ રાખવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ૨૦૨૧માં ન્યુ ઝીલૅન્ડમાં રમાનારા વન-ડે વિમેન્સ વર્લ્ડ કપને કોરોનાની ભીતિને લીધે એક વર્ષ પાછળ ઠેલવામાં આવ્યો હતો. આ વાતને ધ્યાનમાં રાખીને ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ ભારત સાથેની પોતાની દ્વિપક્ષીય સિરીઝ મોકૂફ કરવાનો નિર્ણય લીધો હતો. નવી યોજના મુજબ બન્ને દેશ વચ્ચે ત્રણ ટી૨૦ અને ત્રણ વન-ડે મૅચની સિરીઝ રમાશે. ભારતીય વિમેન્સ ટીમ છેલ્લે ટી૨૦ વર્લ્ડ કપની ફાઇનલ મૅચમાં ઑસ્ટ્રેલિયા સામે રમતી જોવા મળી હતી.



ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર નીક હોકલીએ કહ્યું કે ‘અમને ભરોસો છે કે આગામી સત્રમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે મોટી સિરીઝ રમાશે, જેના થકી દર્શકોને પૂરતું મનોરંજન મળી રહેશે. પહેલાં આ સિરીઝ વર્તમાન સત્રમાં યોજાવાની હતી, પણ કોરોના મહામારીને લીધે એને આગામી સત્ર સુધી મોકૂફ કરી દેવામાં આવી છે.’


Whatsapp-channel Whatsapp-channel

01 January, 2021 12:24 PM IST | Sydney | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK