ઇન્જરીને લીધે સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ગુમાવનાર શ્રૈયર ઐયર ફિટ થઈને ફરી મુંબઈ ટીમ સાથે જોડાઈ જતાં તેને ૨૦ ફેબ્રુઆરીથી શરૂ થતી વિજય હઝારે ટ્રોફી માટે ફરી ટીમનો કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. ઓપનર પૃથ્વી શૉને વાઇસ-કૅપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. ગઈ કાલે જાહેર થયેલા બાવીસ ખેલાડીઓની ટીમમાં શિવમ દુબે, સૂર્યકુમાર યાદવ, યશસ્વી જયસ્વાલ, સરફરાઝ ખાન, ધવલ કુલકર્ણી, તુષાર દેશપાંડે જેવા યુવા અને અનુભવી ખેલાડીઓને તક આપવામાં આવી છે, પણ સચિન તેન્ડુલકરના પુત્ર અર્જુનને ડ્રૉપ કરવામાં આવ્યો છે. અર્જુન સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં રમ્યો હતો.
આ ટુર્નામેન્ટમાં મુંબઈને દિલ્હી, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને પુડુચેરી સાથે ગ્રુપ ‘ડી’માં સમાવેશ કરવામાં આવ્યો છે અને તેમની બધી જ મૅચો જયપુરમાં રમાશે. ટુર્નામેન્ટમાં મુંબઈના હેડ કોચ તરીકે ભૂતપૂર્વ ઑફ સ્પિનર રમેશ પોવારનો નિયુક્ત કરવામાં આવ્યો છે.
મુસ્તફિઝુર રહેમાન નૅશનલ ટીમ માટે તેડું આવશે તો આઇપીએલ છોડી દેશે
25th February, 2021 12:11 ISTઅમ્પાયરે કૅપ લેવાની ના પાડી દેતાં શાહિદ આફ્રિદી થયો નારાજ
25th February, 2021 10:44 ISTગેઇલનો ટી20માં વધુ એક વર્લ્ડ રેકૉર્ડ
25th February, 2021 10:44 ISTઇંગ્લૅન્ડના 112 રનના જવાબમાં ભારતના ત્રણ વિકેટે 99 રન
25th February, 2021 10:44 IST