હિન્દુ-મુસ્લિમ બનવા કરતાં માનવતા દેખાડવાનો આ સમય છે : અખ્તર

Published: Mar 24, 2020, 12:19 IST | Agencies | Lahore

શોએબ અખ્તરનું કહેવું છે કે હમણાં હિન્દુ-મુસ્લિમ કરવાનો નહીં, પરંતુ માનવતા દેખાડવાનો સમય છે.

શોએબ અખ્તર
શોએબ અખ્તર

શોએબ અખ્તરનું કહેવું છે કે હમણાં હિન્દુ-મુસ્લિમ કરવાનો નહીં, પરંતુ માનવતા દેખાડવાનો સમય છે. કોરોના વાઇરસને કારણે દુનિયામાં હાહાકાર મચી ગયો છે. ચીનના વુહાનમાંથી શરૂ થયેલો આ વાઇરસ અત્યાર સુધીમાં ૧૦૦ દેશોમાં પ્રસરી ચૂક્યો છે. પાકિસ્તાનમાં પણ અત્યાર સુધીમાં ૮૦૦ કેસ પૉઝિટિવ આવી ગયા છે. આ વિશે શોએબે એક વિડિયો પોસ્ટ કર્યો છે અને એમાં ચાહકોને ગ્લોબલ ક્રાઇસિસ માટે આપવામાં આવેલી ગાઇડલાઇનને ફૉલો કરવાનું કહેવામાં આવ્યું છે. આ વિશે શોએબ અખ્તરે કહ્યું કે ‘દુનિયાભરના મારા ચાહકોને વિનંતી કરું છું કે કોરોના વાઇરસ એક ગ્લોબલ ક્રાઇસિસ છે. આ વિશ આપણે ધર્મથી પર થઈ દુનિયા વિશે વિચારવું જોઈએ. 

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK