વેસ્ટ ઈન્ડિઝમાં શિખર ધવન કરી રહ્યા છે મસ્તી, જુઓ વીડિયો

Published: Aug 13, 2019, 19:09 IST

ટીમ ઈન્ડિયા હાલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. વેસ્ટ ઈન્ડિઝ સાથે ટી 20, વન ડે અને ટેસ્ટ સિરીઝના પ્રવાસે છે. જેમાં ટી 20માં ટીમ ઈન્ડિયા કેરિબિયન ટીમને 3-0થી હરાવી ચૂકી છે.

ટીમ ઈન્ડિયા હાલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. વેસ્ટ ઈન્ડિઝ સાથે ટી 20, વન ડે અને ટેસ્ટ સિરીઝના પ્રવાસે છે. જેમાં ટી 20માં ટીમ ઈન્ડિયા કેરિબિયન ટીમને 3-0થી હરાવી ચૂકી છે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે હાલ વન ડે સિરીઝ ચાલી રહી છે, જેની છેલ્લી મેચ 14 ઓગસ્ટે રમાશે.

આ વન ડે સિરીઝમાં પણ ટીમ ઈન્ડિયા 1-0ની અજેય લીડ બનાવી ચૂકી છે. આ દરમિયાન પહેલી મેચ વરસાદને કારણે રદ થઈ ચૂકી છે. હવે ત્રીજી મેચ પોર્ટ ઓફ સ્પેનમાં રમાવાની છે. ત્રીજી મેચ પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ વેસ્ટ ઈન્ડિઝના પ્લેયર્સ સાથે આનંદ માણી રહ્યા છે.

ટીમ ઈન્ડિયાના ઓપનર શિખર ધવન અને પાછલા મેચમાં હાફ સેન્ચ્યુરી ફટકારનાર શ્રેયસ ઐય્યરે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક એક વીડિયો શૅર કર્યો છે, જેમાં તેમની સાથે કેટલાક વેસ્ટ ઈન્ડિઝના પ્લેયર્સ પણ દેખાઈ રહ્યા છે. શિખર ધવન અને શ્રેયસ ઐય્યરની સાથે રિષભ પંત, નવદીપ સૈની, ખલીલ અહેમદ અને વન્ડિઝના નિકોલસ પૂરન તેમજ કિરોન પોલાર્ડ છે, જે નદીમાં મસ્તી કરી રહ્યા છે. જુઓ વીડિયો

 
 
 
View this post on Instagram

Open water, the greenery and fresh air = bliss. 😄

A post shared by Shikhar Dhawan (@shikhardofficial) onAug 12, 2019 at 10:03pm PDT

 
 
 
View this post on Instagram

You can’t tell me I ain’t fly!

A post shared by Shreyas Iyer (@shreyas41) onAug 12, 2019 at 5:12pm PDT

ઉલ્લેખનીય છે કે વન ડે સિરીઝ બાદ વેસ્ટ ઈન્ડિઝ અને ટીમ ઈન્ડિયા વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરીઝ પણ રમાશે. જે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે. બે વર્ષ સુધી ચાલનારી આ ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત 1 ઓગસ્ટે શરૂ થયેલી ઈંગ્લેન્ડ વિ. ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ સાથે થઈ ચૂકી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK