શાહીન પાકિસ્તાનના ભવિષ્યનો ચમકતો સિતારો છે : વસીમ અકરમ

Published: Jul 08, 2019, 11:15 IST | લંડન

પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે, પણ ટીમના ૧૯ વર્ષના બોલર શાહીન શાહ આફ્રિદીની જબરદસ્ત પ્રશંસા થઈ રહી છે.

વસીમ અકરમ
વસીમ અકરમ

પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે, પણ ટીમના ૧૯ વર્ષના બોલર શાહીન શાહ આફ્રિદીની જબરદસ્ત પ્રશંસા થઈ રહી છે. શાહીને લીગ રાઉન્ડમાં બંગલા દેશ સામેની મૅચમાં જબરદસ્ત પર્ફોર્મન્સ કરીને લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષ્યું હતું. વસીમ અકરમે શાહીનની પ્રગતિથી ખુશ થઈ તેને પાકિસ્તાનના ભવિષ્યનો ચમકતો સિતારો કહ્યો હતો.

લૉડ્સમાં બંગલા દેશ સામે શાહીને ૩૫ રન આપી છ વિકેટ ઝડપી હતી. જોકે પાકિસ્તાન પણ પૉઇન્ટ ટેબલમાં ન્યુ ઝીલૅન્ડની બરાબરીમાં ૧૧ પૉઇન્ટ ધરાવતું હતું પણ ખરાબ રન-રેટને કારણે એ ટુર્નામેન્ટમાંથી બહાર થયું હતું. શાહીન માટે વસીમ અકરમે કહ્યું, ‘શાહીન પેસ બૉલરોની આવનારી જનરેશનનો એક સારો પ્લેયર છે જેનું ભવિષ્ય ઉજ્જવળ છે. તે ઘણો મહેનતી છે અને જલદી શીખી જાય એવો છે જેના કારણે તે ટીમમાં પોતાનું સ્થાન બનાવી રાખશે.’

આ પણ વાંચો : જે.પી. ડુમિની અને ઇમરાન તાહિર વન-ડેમાંથી રિટાયર

વર્લ્ડ કપની શરૂઆતની ચાર મૅચોમાં શાહીનને સ્થાન આપવામાં નહોતું આવ્યું. જોકે પછી ન્યુ ઝીલૅન્ડ સામેની મૅચમાં તેણે માત્ર ૨૦ બૉલમાં ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે અફઘાનિસ્તાન સામે ૪૭ રન આપી ચાર વિકેટ અને બંગલા દેશ સામે ૩૫ રન આપી છ વિકેટ લીધી હતી. શાહીનના આ શાનદાર પર્ફોર્મન્સને કારણે તેની સરખામણી વસીમ અકરમ અને ઑસ્ટ્રેલિયન પ્લેયર મિચલ સ્ટાર્ક સાથે કરવામાં આવી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK