Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > US Open : સેરેના વિલિયમ્સે સતત 19મી વાર મારિયા શારાપોવાને હરાવી

US Open : સેરેના વિલિયમ્સે સતત 19મી વાર મારિયા શારાપોવાને હરાવી

27 August, 2019 09:05 PM IST | New York

US Open : સેરેના વિલિયમ્સે સતત 19મી વાર મારિયા શારાપોવાને હરાવી

સેરેના વિલિયમ્સ અને મારિયા શારાપોવા (PC : WTA Tennis)

સેરેના વિલિયમ્સ અને મારિયા શારાપોવા (PC : WTA Tennis)


New York : ટેનિસમાં વર્ષના ત્રીજા ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપનની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે મહિલા વર્ગમાં અમેરિકાની સ્ટાર ખેલાડી સેરેના વિલિયમ્સે પહેલા રાઉન્ડમાં રશિયાની દિગ્ગજ ખેલાડી મારિયા શારાપોવાને માત આપીને બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે. તમામ ટેનિસ ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. પણ આ મેચ એક તરફી રહેતા ટેનિસ ચાહકો નિરાશ થયા હતા. સેરેનાએ આ મેચ 6-1 અને 6-1ના બે સેટથી મારિયા શારાપોવાને હરાવી હતી.




શારાપોવાની રમત મારી સામે સારી છે : સેરેના
મારિયા શારાપોવા સામેની મેચ બાદ સેરેનાએ કહ્યું, "તેમની રમત મારી સામે સારી છે. તેના શોટ્સ ઝોનમાં આવી રહ્યા હતા. તે મારા માટે યોગ્ય સાબિત થયું હતું. હું બોલને મારા ઝોનમાં પ્રવેશવામાં પણ સફળ રહી હતી. ખાસ કરીને બ્રેકપોઇન્ટમાં કોઈ તક ન હોવાથી "તે હંમેશાં અગ્રેસર રહેનાર ખેલાડી રહે છે. તે હંમેશાં લડવાની ઇચ્છા રાખે છે." બીજા રાઉન્ડમાં, સેરેનાનો સામનો અમેરિકન વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી પ્લેયર કેટી મેકનીલી સાથે થશે.



આ પણ જુઓ : યાદ છે અન્ના કુર્નિકોવા? પૂર્વ ટેનિસ સ્ટાર આજે પણ લાગે છે એટલી જ હોટ

ગત વર્ષે યુએસ ઓપનની ફાઇનલમાં સેરેના અમ્પાયર પર ભડકી હતી
ગત વર્ષે યુએસ ઓપનની ફાઇનલમાં સેરેના અને નાઓમી ઓસાકા વચ્ચે મેચ રમાઇ હતી. મેચ દરમિયાન અમ્પાયર રામોસે બોક્સની અંદરથી કોચિંગ લેવા બદલ સેરેનાને ચેતાવણી આપી હતી. સેરેનાને રેકેટથી ફાઉલના કારણે એક પોઇન્ટ પેનલ્ટી આપવામાં આવ્યો તો તે ભડકી ગઈ હતી. સેરેનાએ અમ્પાયરને ચોર અને ઝૂઠો કહ્યો હતો. તે પછી સેરેનાને રામોસે એક ગેમની પેનલ્ટી આપી હતી. ત્યારબાદ ઓસાકા બીજા સેટમાં આગળ થઈને મેચ જીતી ગઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

27 August, 2019 09:05 PM IST | New York

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK