Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > 2013ની IPLમાં પૉન્ટિંગ સાથે વિતાવેલા દિવસોને યાદ કર્યા રોહિત શર્માએ

2013ની IPLમાં પૉન્ટિંગ સાથે વિતાવેલા દિવસોને યાદ કર્યા રોહિત શર્માએ

20 May, 2020 08:51 AM IST | Mumbai
Agencies

2013ની IPLમાં પૉન્ટિંગ સાથે વિતાવેલા દિવસોને યાદ કર્યા રોહિત શર્માએ

રોહિત શર્મા

રોહિત શર્મા


તાજેતરમાં રોહિત શર્મા અને રવિચંદ્રન અશ્વિને ઇન્સ્ટાગ્રામ પર કેટલીક રસપ્રદ વાતો કરી હતી. એ દરમ્યાન રોહિતે ૨૦૧૩ની આઇપીએલમાં રિકી પૉન્ટિંગ સાથે વિતાવેલા સમયને યાદ કર્યો હતો. રોહિતે કહ્યું કે ‘૨૦૧૩માં રિકી પૉન્ટિંગ મુંબઈની ટીમને મળ્યો હતો. ૨૦૧૨માં સચિન તેન્ડુલકરે કહી દીધું હતું કે હું હવે ટીમને લીડ નહીં કરું અને હરભજન સિંહને કૅપ્ટન્સી સોંપવામાં આવે, પણ ૨૦૧૩માં તેને કૅપ્ટન ન બનાવાયો એટલે મને એમ લાગ્યું કે મને કૅપ્ટન બનાવશે, પણ પૉન્ટિંગ આવવાથી તેને એ પદ સોંપવામાં આવ્યું. તે બધાને સમજવા માગતો હતો. પહેલા સેશનમાં તે ટીમ બૉન્ડિંગ ઇચ્છતો હતો. જોકે તેની એ સ્ટાઇલથી ટીમમાં પૉઝિટિવિટી આવી, પણ અચાનક તેણે સીઝનની વચમાં જ કૅપ્ટન્સી છોડી દીધી અને મને એ જવાબદારી સોંપી દેવાઈ. વાસ્તવમાં તે પ્લેયર-કમ-કોચની ભૂમિકા બજાવી રહ્યો હતો. ૨૦૧૩માં તે દરકે પ્લેયરને મદદ કરવા અવેલેબલ હતો.’


Whatsapp-channel Whatsapp-channel

20 May, 2020 08:51 AM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK