'હોમ ટીમ હીરો' ચૅલેન્જમાં જોડાયા રોહિત અને હિમા દાસ

Published: May 29, 2020, 20:03 IST | Gujarati Mid-day Correspondent | New Delhi

આ ચૅલેન્જ આજથી ૭ જૂન સુધી ચાલશે

વિશ્વમાં કોરોના વાઇરસ સામે લડવા ભારતના વિવિધ સ્પોર્ટ્સ સ્ટાર્સ ‘હોમ ટીમ હીરો’ ચૅલેન્જમાં જોડાયા છે; જેમાં રોહિત શર્મા, હિમા દાસ, કુલદીપ યાદવ, મનપ્રીત સિંહ, દીપિકા પલ્લિકલ, સિમરનજિત કૌર અને મીરાબાઈ ચાનુ જેવા પેલ્યરોનો સમાવેશ થાય છે. ‘હોમ ટીમ હીરો’ ચૅલેન્જમાં વિશ્વના ઍથ્લિટ્સ દ્વારા સ્વીકારવામાં આવેલી સૌથી મોટી સ્પોર્ટ્સ-ઇવેન્ટ છે. આ પહેલ દ્વારા પ્લેયરો જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવનારાઓને પોતાનું વર્કઆઉટ સમર્પિત કરશે. આ ચૅલેન્જ આજથી ૭ જૂન સુધી ચાલશે. ડબ્લ્યુએચઓ કોવિડ-19 રિલીફ ફન્ડમાં પોતાનું યોગદાન આપવા એક સ્પોર્ટ્સ કંપની આગળ આવી છે અને એની ઍપ્લિકેશન પર થનારી પ્રત્યેક ઍક્ટિવિટી માટે એ દરેક સહભાગીઓ વતી એક ડૉલરનું દાન કરશે. ઍડિડાસ આ પહેલાંના આધારે ડબ્લ્યુએચઓ કોવિડ-19 રિલીફ ફન્ડમાં ૧૦ લાખ ડૉલરનું દાન કરવાની ઇચ્છા ધરાવે છે. રોહિત શર્માએ પણ કહ્યું કે ‘આ સમયમાં આપણે સૌએ આગળ આવીને આપણા માટે દિવસ-રાત કામ કરતા લોકોને બિરદાવવા જોઈએ. હું ખુશ છું કે સ્પોર્ટ્સે મને આ તક આપી અને હું આ પહેલમાં સહભાગી થઈશ અને લોકોને પણ એમાં જોડાવાની પહેલ કરીશ.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK