મિયાંદાદને રોહિત પાછળ મૂકી ચૂક્યો છે

Published: 8th December, 2011 07:25 IST

કૅરિબિયનો સામે વર્ષમાં પાકિસ્તાની દિગ્ગજના ૫૦૨ સામે રોહિતના ૫૧૪ રન વિશ્વના બધા બૅટ્સમેનોમાં હાઇએસ્ટઇન્દોર : ભારત ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં બે વન-ડે રમ્યું છે અને બન્ને જીત્યું હોવાથી આજે સિરીઝની ચોથી વન-ડે (નીઓ ક્રિકેટ પર બપોરે ૨.૩૦)માં ભારતનો હાથ ઉપર છે.ભારતને આજે ૩-૧થી સિરીઝ પર કબજો મેળવવાનો મોકો છે. નિષ્ફળ જઈ રહેલા બૅટ્સમેનો આજે ભારતને જીત અપાવે તો નવાઈ નહીં. રોહિત શર્માએ ૨૦૧૧ના વર્ષમાં વેસ્ટ ઇન્ડીઝ સામે છ હાફ સેન્ચુરી સાથે કુલ ૫૧૪ રન બનાવ્યા છે. એક વર્ષમાં વિશ્વના કોઈ બૅટ્સમૅને કૅરિબિયનો સામે કૅલેન્ડર યરમાં આટલા રન નથી બનાવ્યા. જાવેદ મિયાંદાદનો એક સદી અને ચાર અડધી સદીથી બનેલા ૫૦૨ રનનો ૨૩ વર્ષ જૂનો વિક્રમ હતો જે રોહિતે સોમવારની મૅચમાં પાર કરી લીધો હતો. મિયાંદાદે ૧૯૮૮ની સાલમાં આ ૫૦૨ રન બનાવ્યા હતા.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK