Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > રોજર ફેડરરે ATP Finals માં જોકોવિચને હરાવીને 16મીવાર સેમી.માં પહોંચ્યો

રોજર ફેડરરે ATP Finals માં જોકોવિચને હરાવીને 16મીવાર સેમી.માં પહોંચ્યો

15 November, 2019 07:35 PM IST | Mumbai

રોજર ફેડરરે ATP Finals માં જોકોવિચને હરાવીને 16મીવાર સેમી.માં પહોંચ્યો

રોજર ફેડરર (File Photo)

રોજર ફેડરર (File Photo)


ટેનિસ જગતના દિગ્ગજ ગણાતા એવા રોજર ફેડરર ફરી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ફેડરરે ATP Finals માં સ્ટાર ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચને માત આપીને 16મી વાર સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. રોજર ફેડરરે 6-4 અને 6-3થી સીધા સેટોમાં નોવાક જોકોવિચને માત આપી હતી. રોજર ફેડરર 17મી વાર આ ટુર્નામેન્ટ રમી રહ્યો છે. આમ તે 16 વખત ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યો છે.




જોકોવિચ ઇતિહાસ રચતા રહી ગયો
તમને જણાવી દઇએ કે નોવાક
 જોકોવિચ જો આ ટૂર્નામેન્ટ જીત્યો હોત તો તે સ્પેનના રાફેલ નડાલને પાછળ છોડીને પ્રથમ સ્થાનની સાથે વર્ષ પૂરુ કરત, પણ તેમ થઈ શક્યું નથી. નડાલ હવે પાંચમી વાર પહેલા સ્થાનની સાથે વર્ષનો અંત કરશે. આ માલમામાં ફેડરર, જોકોવિચ અને અમેરિકાના જિમ્મી કોનર્સની બરોબરી કરશે.

આ પણ જુઓ : યાદ છે અન્ના કુર્નિકોવા? પૂર્વ ટેનિસ સ્ટાર આજે પણ લાગે છે એટલી જ હોટ

શાનદાર માહોલ અને જોકોવિચ : રોજ ફેડરર
ફેડરરે જીત બાદ કહ્યું, 'શાનદાર માહોલ અને નોવાક જોકોવિચ. આ વાસ્તવમાં શાનદાર હતું. મેં શરૂઆતથી તેનો આનંદ ઉઠાવ્યો. હું સારૂ રમ્યો. મને ખ્યાલ છે કે નોવાક શું કરી સકે છે. ખરેખર આ જાદૂ હતો. તમે લોકો (દર્શકો)એ પણ મેચને શાનદાર બનાવી દીધી. હું તનારો આનાથી વધુ આભાર ન માની શકું.


Whatsapp-channel Whatsapp-channel

15 November, 2019 07:35 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK