મિસ્બાહને કૅપ્ટન તરીકે હટાવવામાં ઘણું મોડું થઈ ગયું છે : ઇન્ઝમામ-ઉલ-હક

Published: 20th October, 2014 05:20 IST

૨૦૧૫ના વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમનો કૅપ્ટન કોણ હશે, મિસબાહ-ઉલ-હક કે શાહિદ આફ્રિદી એને લઈને તમામનો અલગ-અલગ મત છે.


ભૂતપૂર્વ કૅપ્ટન ઇન્ઝમામ-ઉલ-હકે કહ્યું હતું કે ‘વર્લ્ડ કપને માત્ર ૧૦૦ દિવસ બાકી છે. એ પહેલાં કૅપ્ટનશિપમાં ફેરફાર કરવા માટે ઘણું મોડું થઈ ગયું છે. મને ખબર છે કે મિસ્બાહમાં કેટલીક ખામીઓ છે, પણ વર્લ્ડ કપ સુધી તેને ચાલુ રાખવો જોઈએ.’ ૧૯૯૨માં વર્લ્ડ કપ જીતનારી ટીમના સભ્ય રહી ચૂકેલા ઇન્ઝમામે કહ્યું હતું કે ‘દરેક ટીમ માટે સારા-ખરાબ દિવસો આવે છે. પાકિસ્તાન ઘણા લાંબા સમયથી હોમ ગ્રાઉન્ડ પર આંતરરાષ્ટ્રીય મૅચો રમી શક્યું નથી. એનાથી ટીમના ખેલાડીઓના આત્મવિશ્વાસ પર ઘણી ખરાબ અસર પડી છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK