રેલવેને હરાવવા છતાં સૌરાષ્ટ્ર ટુર્નામેન્ટમાંથી બહાર : જાડેજાની કુલ ૧૦ વિકેટ પાણીમાં

Published: 24th December, 2011 04:22 IST

દિલ્હીમાં એલીટ ડિવિઝનના ગ્રુપ ‘એ’માં સૌરાષ્ટ્રએ રેલવેને ૯૭ રનથી પરાજય આપ્યો હતો. રેલવે ૨૪૭ રનના ટાર્ગેટ સામે ૧૪૯ રને ઑલઆઉટ થયું હતું.

 

જોકે જયપુરમાં ઓડિસાને ગયા વખતના ચૅમ્પિયન રાજસ્થાને એક ઇનિંગ્સથી હરાવીને પૉઇન્ટ્સ-ટેબલમાં સૌરાષ્ટ્ર કરતાં આગળનું સ્થાન મેળવ્યું એટલે સૌરાષ્ટ્ર આ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયું છે. આ ગ્રુપમાં કર્ણાટક ૨૧ પૉઇન્ટ સાથે મોખરે અને મુંબઈ ૨૦ પૉઇન્ટ સાથે બીજા નંબરે છે. રાજસ્થાનની જેમ સૌરાષ્ટ્રના પણ ૧૬ પૉઇન્ટ છે, પરંતુ રેશિયોમાં સૌરાષ્ટ્ર (૦.૯૨૫) સામે રાજસ્થાન (૦.૯૮૪) જરાક માટે આગળ રહી ગયું હોવાથી રાજસ્થાન ટુર્નામેન્ટના નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચી ગયું હતું અને સૌરાષ્ટ્ર આઉટ થઈ ગયું છે.


ફસ્ર્ટ ઇનિંગ્સમાં ૬ વિકેટ લેનાર રવીન્દ્ર જાડેજાએ બીજા દાવમાં ૪ વિકેટ લીધી હતી. ગઈ કાલે રેલવેની બાકીની ચારમાંથી ત્રણ વિકેટ તેણે લીધી હતી. જાડેજાએ મૅચમાં કુલ ૬૫ રનમાં ૧૦ વિકેટ લીધી હતી અને કરીઅરમાં આ તેનો બેસ્ટ પફોર્ર્મન્સ છે.ઑફ સ્પિનર કમલેશ મકવાણાએ પ્રથમ દાવના બે શિકાર પછી બીજા દાવમાં પાંચ શિકાર કર્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK