​ઇન્ડિયા ‘એ’ અને U19ને કોચ નહીં કરે રાહુલ દ્રવિડ

Published: 30th August, 2019 10:30 IST | નવી દિલ્હી

સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ કૅપ્ટન સિતાંશુ કોટક અને U19 માટે ભૂતપૂર્વ ફાસ્ટ બોલર પારસ મ્હામ્બ્રેને હેડ કોચ બનાવવામાં આવ્યા છે. જરૂર પડ્યે દ્રવિડ બન્ને ટીમ માટે જરૂરી સેવા પૂરી પાડશે.

રાહુલ દ્રવિડ
રાહુલ દ્રવિડ

રાહુલ દ્રવિડ હવે ઇન્ડિયા ‘એ’ અને U19ને કોચ નહીં કરે. નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી દ્વારા તેને હેડ કોચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. દ્રવિડ ૨૦૧૫થી આ બે ટીમને હેડ કોચ તરીકે સેવા આપી રહ્યો હતો. દ્રવિડને હાલમાં નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીમાં ક્રિકેટ ઑપરેશન્સનો હેડ બનાવવામાં આવ્યો છે. તે ટીમ સાથે વધુ સમય ન આપી શકતાં તેની જગ્યાએ ઇન્ડિયા ‘એ’ના કોચ તરીકે સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ કૅપ્ટન સિતાંશુ કોટક અને U19 માટે ભૂતપૂર્વ ફાસ્ટ બોલર પારસ મ્હામ્બ્રેને હેડ કોચ બનાવવામાં આવ્યા છે. જરૂર પડ્યે દ્રવિડ બન્ને ટીમ માટે જરૂરી સેવા પૂરી પાડશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK