રાહુલ દ્રવિડ ટેસ્ટમાં ૧૩,૦૦૦ રન પૂરા કરનાર ગઈ કાલે ટેસ્ટના ઇતિહાસનો બીજો પ્લેયર બન્યો હતો. તેના અત્યારે કુલ ૧૩,૦૬૧ રન છે. સચિન તેન્ડુલકર ગઈ કાલે ૧૫,૧૫૩ રન સાથે મોખરે હતો. દ્રવિડે ૧૩,૦૦૦ રન બનાવવા ૧૬૦ ટેસ્ટમૅચની ૨૭૭ ઇનિંગ્સમાં કુલ ૩૦,૫૫૩ બૉલનો સામનો કયોર્ હતો.
ગઈ કાલે દ્રવિડે ટેસ્ટની ૬૨મી હાફ સેન્ચુરી ફટકારી હતી, પરંતુ ૩૭મી સદી ચૂકી ગયો હતો.
દ્રવિડ કરતાં સચિન ફાસ્ટ
દ્રવિડે ૧૩,૦૦૦ રન ૨૭૭ ઇનિંગ્સમાં બનાવ્યા એની સામે સચિને આટલા જ રન ૨૬૬ ઇનિંગ્સમાં કર્યા હતા.
૨૦૧૧ના વર્ષમાં દ્રવિડના ૧૦૦૦ રન
દ્રવિડે ૨૦૧૧ના વર્ષમાં ૧૦૩૪ રન કર્યા છે જે વિશ્વના તમામ બૅટ્સમેનોમાં હાઇએસ્ટ છે. આ વર્ષમાં ૧૦૦૦ ટેસ્ટરન કરનાર તે એકમાત્ર બૅટ્સમૅન છે. ઇયાન બેલ ૯૫૦ રન સાથે બીજા નંબરે અને ઍલસ્ટર કુક ૯૨૭ રન સાથે ત્રીજા ક્રમે છે. દ્રવિડે વર્ષમાં ૧૦૦૦ રનની સિદ્ધિ ત્રીજી વખત નોંધાવી છે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK