પ્રજ્ઞાન ઓઝા ભારતનો ફાસ્ટેસ્ટ લેફ્ટી સ્પિનર

Published: 17th November, 2011 09:19 IST

પ્રજ્ઞાન ઓઝાએ ગઈ કાલે કરીઅરની ૧૩મી ટેસ્ટમૅચમાં ૫૦મી વિકેટ લીધી હતી એટલે એ સાથે તે ભારતનો ફાસ્ટેસ્ટ લેફ્ટી-સ્પિનર બન્યો હતો. તેણે આ સિદ્ધિ ભૂતપૂર્વ ઑલરાઉન્ડર સલીમ દુરાનીને વટાવીને મેળવી લીધી છે. દુરાનીએ ૧૪ ટેસ્ટમાં વિકેટોની હાફ સેન્ચુરી પૂરી કરી હતી.

 

(અનંત ગવંડળકર)

મુંબઈ, તા. ૧૭

ભારતના લેફ્ટી સ્પિનરોમાં ૫૦ કે ૫૦ કરતાં વધુ વિકેટ લેનારાઓમાં ઓઝા નવમો છે. આ પહેલાંના આઠ લેફ્ટી સ્પિનરોમાં બિશનસિંહ બેદી (૨૬૬), વિનુ માંકડ (૧૬૨), રવિ શાસ્ત્રી (૧૫૧), દિલીપ દોશી (૧૧૪), વેન્કટપથી રાજુ (૯૩), મનિન્દર સિંહ (૮૮), બાપુ નાડકર્ણી (૮૮) અને સલીમ દુરાની (૭૫)નો સમાવેશ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK