Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વર્લ્ડ કપમાં હાર્યા બાદ ભારતીય ટીમને વધુ એક ઝટકો, આ કંપનીએ છોડ્યો સાથ

વર્લ્ડ કપમાં હાર્યા બાદ ભારતીય ટીમને વધુ એક ઝટકો, આ કંપનીએ છોડ્યો સાથ

17 July, 2019 11:20 PM IST | Mumbai

વર્લ્ડ કપમાં હાર્યા બાદ ભારતીય ટીમને વધુ એક ઝટકો, આ કંપનીએ છોડ્યો સાથ

વર્લ્ડ કપમાં હાર્યા બાદ ભારતીય ટીમને વધુ એક ઝટકો, આ કંપનીએ છોડ્યો સાથ


Mumbai : વર્લ્ડ કપ 2019નું ટાઇટલ જીતવા માટે ભારતીય ટીમ મજબુત દાવેદાર હતી. પરંતુ સેમી ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે કારમી હાર બાદ ભારતીય ટીમનું સપનું રોળાઇ ગયું હતું. ત્યારે ભારતીય ટીમ માટે બીજા એક માઠા સમાચાર આવી રહ્યા છે. ચીની સ્માર્ટ ફોન કંપની Oppo એ ભારતીય ટીમ સાથેનો છેડો ફાડી દીધો છે. Oppo અને ટીમ ઇન્ડિયા સાથે 2017થી 2022 સુધી કરાર થયો હતો.


છેલ્લા કેટલાક વર્ષોથી ખાસ કરીને ટેક્નોલોજી ક્ષેત્રમાં ચીની કંપનીઓએ ઝડપથી ભારત તરફ દોડ લગાવી છે. આ કંપનીઓની ખાસિયત એ છે કે ભારતીય ગ્રાહકોને ઓછી રકમમાં સારી ટેક્નોલોજી અને ફીચર્સવાળી પ્રોડક્ટ મળે છે. જો કે ગ્રાહકો સુધી પોતાના ફીચર્સની જાણકારી પહોંચાડવા માટે આ કંપનીઓ એડવર્ટાઇઝ અને ટાઈ-અપ્સ પર કરોડો રૂપિયા ખર્ચ કરે છે. આ દોડમાં સૌથી ઝડપથી ભાગી રહેલી કંપનીઓમાં ચીનની સ્માર્ટફૉન કંપની OPPO છે.




કંપનીએ છેલ્લા એક વર્ષમાં તમામ પ્રોડક્ટ્સ લૉન્ચ તો કરી સાથે સાથે એડવર્ટાઈઝમેન્ટમાં પણ ઘણું જ રોકાણ કર્યું. આટલું કરવા છતા પણ કંપનીનું ભારતમાં માર્કેટ શેર વધતુ જોવા મળી રહ્યું નથી. ભારતીય બજારની વાત કરીએ તો આંકડાઓ જણાવે છે કે વિજ્ઞાપનો પર આટલો ખર્ચ કર્યા પછી પણ ઓપ્પો સ્માર્ટફોન બજારમાં ચોથા નંબર પર જ ટકેલું છે.


Oppo અને ટીમ ઇન્ડિયા વચ્ચે 2022 સુધી થયો હતો કરાર
આ બજારમાં સૌથી ઉપર છે શિયાઑમી જેનું માર્કેટ શેર ઓપ્પોથી લગભગ 5 ગણું વધારે છે. સતત નવી પ્રોડક્ટ્સ લાવવાનાં કારણે અને કેપિસિટી બિલ્ડિંગ પર ખર્ચ કરવાના કારણે હવે ઓપ્પો એડવર્ટાઇઝમેન્ટ પર ઓછો ખર્ચ કરવાની શરૂઆત કરી ચુક્યું છે. આનાથી પહેલું નુકસાન થયું ભારતીય ટીમને, જેની મુખ્ય સ્પોન્સરશિપથી ઓપ્પોએ હાથ ખેંચી લીધા છે. ઓપ્પોએ 2017માં વીવોને પછાડીને ભારતીય ક્રિકેટ ટીમને સ્પોન્સરશિપ બીડ ઝડપી હતી. આ માટે કંપની અને બીસીસીઆઈ વચ્ચે 2022 સુધીની સ્પોન્સરશિપ માટે 1079 કરોડ રૂપિયાનો કરાર થયો હતો.



આ પણ જુઓ : કોણ છે આ ગ્લેમરસ ચહેરો, મૅચ દરમિયાન થઈ રહ્યો છે ફૅમસ

ICC અને OPPO વચ્ચે 4 વર્ષનો છે કરાર
Oppo કંપનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઈસીસીની સાથે પણ 2016માં 4 વર્ષનો સ્પોન્સરશિપ કૉન્ટ્રાક્ટ સાઇન કર્યો હતો જે હજુ પણ ચાલુ છે, પરંતુ ભારતીય ટીમનાં સૌથી ખરાબ સમયમાં કરારથી પાછળ હટવાનો નિર્ણય કરીને કંપનીએ એ અટકળોને જોર આપ્યું છે કે વર્લ્ડ કપમાં ભારતનાં ખરાબ પ્રદર્શન બાદ હવે આવતા 3 વર્ષ સુધી સ્પોન્સરશિપનાં પૈસા આપવાથી કંપનીને કોઈ બ્રાન્ડ વેલ્યૂ પ્રાપ્ત નહીં થાય.


Whatsapp-channel Whatsapp-channel

17 July, 2019 11:20 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK