Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > Wimbledon 2019 : જોકોવિચ અને કોરી ગૌફ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા

Wimbledon 2019 : જોકોવિચ અને કોરી ગૌફ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા

07 July, 2019 12:14 PM IST | London

Wimbledon 2019 : જોકોવિચ અને કોરી ગૌફ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા

નોવાક જોકોવિચ

નોવાક જોકોવિચ


London : વર્લ્ડ નંબર 1 સર્બિયાના નોવાક જોકોવિચ (Novak Djokovic) અને 15 વર્ષીય અમેરિકાની મહિલા ટેનિસ ખેલાડી કોરી કોકો ગૌફ (Cori Gauff) વર્ષના ત્રીજા ગ્રાન્ડ સ્લેમ વિમ્બલડનમાં પોત પોતાની મેચ જીતીને ટુર્નામેન્ટમાં ક્વાર્ટર ફાઇનલ મેચમાં પ્રવેશ કરી લીધો છે. ચાર વારના વિમ્બલડન ચેમ્પિયન જોવાક જોકોવિચે શુક્રવારે રમાયેલી મેચમાં શાનદાર પ્રદર્શન કરતા વર્લ્ડ નંબર 48 પોલેન્ડના હર્બટ હરકાજે (Hubert Hurkacz) ને 7-5, 6-7, 6-1 અને 6-4 થી માત આપી હતી. હવે જોકોવિચને પ્રી ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સના યુગો હમ્બર્ટ (Ugo Humbert) સામે ટક્કર થશે. યુગો હમ્બર્ટે આ પહેલા 18 વર્ષના કેનેડાના ફેલિક્સ એગુર એલિયાસિમને 6-4, 7-5 અને 6-3 થી માત આપી હતી.

ગુઇડો પેલાએ ગત વર્ષે રનર્સ અપ રહેલા કેવિન એંડરસનને હરાવી અપસેટ સર્જ્યો
પુરૂષ સિંગલ્સમાં અન્ય મેચોની વાત કરીએ તો આર્જેન્ટીનાના ગુઇડો પેલાએ ગત વર્ષે ટુરનામેન્ટમાં ઉપ વિજેતા રહેલા સાઉફ આફ્રિકાના કેવિન એંડરસનને 6-4, 6-3 અને 7-6 થી માત આપીને અપસેટ સર્જ્યો હતો. તો બીજી તરફ બેલ્જિયમના ડેવિડ ગોફિને 4-6, 6-2, 3-6 અને 7-5 થી માત આપી હતી. જ્યારે સ્પેનના રોબટરે બતિસ્તા અગુટે રૂસના કારેન ખાકાનોવને 6-3, 7-6 અને 6-1થી માત આફીને આગળના રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો.

આ પણ જુઓ : યાદ છે અન્ના કુર્નિકોવા? પૂર્વ ટેનિસ સ્ટાર આજે પણ લાગે છે એટલી જ હોટ

વીનસ વિલિયન્સ હરાવનાર ગૌફ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી
ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સની વાત કરીએ તો અમેરિકાની દિગ્ગજ ટેનિસ સ્ટાર વીનસ વિલિયમ્સને હરાવીને મોટો ઉલટફેર કરનાર ગૌફ એ ફરી શાનદાર પ્રદર્શન કરતા સ્લોવેનિયાની પોલોના હેરોકને 3-6, 7-6 અને 7-5 થી હરાવીને પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. વર્લ્ડ નંબર 313 ગૌફે 2 કલાક 47 મિનિટમાં આ મેચ જીતી લીધી હતી. હવે તેનો સામનો સાતમી સીડ ધરાવતી રોમાનિયાની સિમોના હાલેપ સામે થશે.


Whatsapp-channel Whatsapp-channel

07 July, 2019 12:14 PM IST | London

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK