અર્જુન તેન્ડુલકરે કર્યું મુંબઈની ટીમમાં ડેબ્યુ, IPLમાં રમવાનો રસ્તો હવે ક્લિયર

Published: 16th January, 2021 14:39 IST

ક્રિકેટજગતના ભગવાન ગણાતા સચિન તેન્ડુલકરના દીકરા અર્જુન તેન્ડુલકરે ગઈ કાલે સૈયલ મુશ્તાક અલી ટ્રોફીમાં એલિટ ઈ લીગની ગ્રુપ મૅચમાં મુંબઈની સિનિયર ટીમ વતી ડેબ્યુ કર્યું હતું.

અર્જુન તેન્ડુલકર
અર્જુન તેન્ડુલકર

ક્રિકેટજગતના ભગવાન ગણાતા સચિન તેન્ડુલકરના દીકરા અર્જુન તેન્ડુલકરે ગઈ કાલે સૈયલ મુશ્તાક અલી ટ્રોફીમાં એલિટ ઈ લીગની ગ્રુપ મૅચમાં મુંબઈની સિનિયર ટીમ વતી ડેબ્યુ કર્યું હતું. આ સાથે અર્જુને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં થનારી હરાજી માટે પણ પોતાને ક્વૉલિફાય કરી લીધો છે. ટીમની કૅપ આપીને તેનું ટીમમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. અર્જુને પોતાનો પહેલો શિકાર હરિયાણાના ઓપનર ચૈતન્ય બિશ્નોઈને વિકેટકીપર આદિત્ય તારેના હાથે કૅચઆઉટ કરાવીને બનાવ્યો હતો. જોકે અર્જુન તેની આ પહેલી મૅચમાં ઘણો મોંઘો સાબિત થયો હતો અને તેણે ૩ ઓવરમાં ૩૪ રન આપીને એક વિકેટ લીધી હતી. બૅટિંગમાં ૧૧મા ક્રમાંકે મેદાનમાં ઊતરીને ખાતું ખોલાવ્યા વિના નૉટઆઉટ રહ્યો હતો.

મુંબઈની હારની હૅટ-ટ્રિક

મુંબઈ હારની હારમાળા જાળવી રાખતાં ગઈ કાલે સતત ત્રીજી મૅચ હારી ગયું હતું. દિલ્હી અને કરાલા બાદ ગઈ કાલે હરિયાણાએ મુંબઈને આઠ વિકેટે માત આપી હતી. ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરતાં મુંબઈ ૧૯.૩ ઓવરમાં ૧૪૩ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. કૅપ્ટન સૂર્યકુમાર યાદવ, સિદ્ધેશ લાડ, શિવમ દુબે અને શેમ્સ મુલાની ખાતું પણ નહોતા ખોલાવી શક્યા અને અર્જુન તેન્ડુલકર ખાતું ખોલાવ્યા વિના નૉટઆઉટ રહ્યો હતો. હરિયાણાએ ૧૪૪ રનનો ટાર્ગેટ ૧૭.૪ ઓવરમાં બે વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK