Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > શુભમન ગિલ અને સારા તેંડુલકર વચ્ચે શું રંધાઇ રહ્યું છે? નેટિઝન્સની નજરે

શુભમન ગિલ અને સારા તેંડુલકર વચ્ચે શું રંધાઇ રહ્યું છે? નેટિઝન્સની નજરે

31 July, 2020 02:47 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

શુભમન ગિલ અને સારા તેંડુલકર વચ્ચે શું રંધાઇ રહ્યું છે? નેટિઝન્સની નજરે

શુભમન ગિલ અને સારા તેંડુલકર વચ્ચે શું રંધાઇ રહ્યું છે? નેટિઝન્સની નજરે


લૉકડાઉનમાં લોકો જિંદગી સોશ્યલ મીડિયા પર વધુ જીવી રહ્યા છે. આવામાં સોશ્યલ મિડીયા દ્વારા જ લોકોને ખબર પડે કે સ્ટાર્સ કે ક્રિકેટર્સ કે કોઇપણ સેલિબ્રીટી શું કરી રહી છે. ક્રિકેટરોની સાથે અનેક મોટી હસ્તીઓ પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગઈ છે.આવામાં ટીમ ઇન્ડિયાના યુવા બેટ્સમેન શુભમન ગિલ અને સુપ્રસિદ્ધ ભારતીય ખેલાડી સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સાથે આવું જ કંઈક થયું છે. આમ જુઓ તો કંઇ નથી પણ શુભમન અને સારાએ સોશ્યલ મીડિયા પર આગવી રીતે કોઇ ફોટોગ્રાફ શેર કર્યા પણ સંજોગોવશાત બંન્નેનું કેપ્શન સરખું થઇ ગયું. ‘I SPY’ એવું કેપ્શન બંન્ને જણે લખ્યું. શુભમને જે ફોટો શેર કર્યો છે તેમાં તેણે મરુન જેકેટ, ડેનિમ અને વ્હાઇટ સ્નિકર્સ પહેર્યાં છે તો સારાએ પોતે શૅર કરેલા ફોટોઝ તેનું પોટ્રેઇટ પિક્ચર છે અને તેણે નીચે ‘I SPY’ કેપ્શન જ લખ્યું છે.




 
 
 
View this post on Instagram

I spy ?

A post shared by Sara Tendulkar (@saratendulkar) onJul 29, 2020 at 6:48am PDT


આ પછી નેટિઝન્સે તેમની બંન્નેની ભારે ઠેકડી ઉડાડી છે અને શુભમન સચિનનો જમાઇ બનવાની તૈયારી કરી રહ્યો છે તેવી મજાક ઉડાડવામાં આવી છે. જુઓ નેટિઝન્સે શું કહ્યુ

શુભમન ગિલ 20 વર્ષનો છે અને તેણે ભારતીય ક્રિકેટમાં ઇન્ટરનેશનલ ડેબ્યુ 2019ના જાન્યુઆરીમાં કર્યું છે. તેણે 2 ODIમાં ભાગ લીધો છે અને અત્યાર સુધીમાં તે 21 મેચ રમ્યો છે, તેની એવરેજ 73.55ની છે અને સાત સદી, દસ અડધી સદી ફટકારી ચૂક્યો છે.

શુભમન ગિલને કોલકાતા નાઇટ રાઇડર્સે 2018માં ખરીદ્યો હતો અને તે ત્યારથી IPLમાં પર્પલ ગોલ્ડ ટીમ માટે રમે છે. સારા તેંડુલકરે થોડો સમય પહેલાં જ ઇન્સ્ટાગ્રામ જોઇન કર્યું છે અને તેણે અત્યાર સુધીમાં 75 પોસ્ટ્સ કરી છે અને તેના 864000 ફોલોઅર્સ છે. તે તેની મમ્મી અંજલી સાથે અવારનવાર દેખાતી હોય છે.

Whatsapp-channel Whatsapp-channel

31 July, 2020 02:47 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK